કૃષિમંત્રીનો લૂલો બચાવ, ભેજ ઊડયો એટલે બેગનું વજન ઘટયું
ગરીબ, અભણ અને મહેનતકશ ખેડૂતો સાથે કરોડોના ખાતરની છેતરપિંડીમાં આખી સરકાર બેકફૂટ પર આવી છે. બે દિવસ પહેલા GSFCના એમડી સુજિત ગુલાટીએ રૂ.16 લાખના ગરબડ થયાનું સ્વીકાર્યુ હતુ. બુધવારે કેબિનેટની બેઠક બાદ તુરંત જ સરકારના બચાવમાં ઊતરેલા કૃષિ મંત્રી આર. સી. ફળદુએ ‘ભેજ ઊડયો એટલે બેગનું વજન ઘટ્યું’ એવા દાવા સાથે પ્રેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ ગુલાટીએ સ્વીકારેલી ગરબડનો છેદ ઉડાતા પોતે જ ભરાઈ પડયા હતા.
GSFCના ડીએપી ખાતરમાં જ કેમ ભેજ આવે છે ? ઈફ્કો પણ ગુજરાતમાં ડીએપી ખાતર વેચે છે. તો ઈફ્કોની બેગમાં કેમ ઓછુ ખાતર નથી હોતુ ? તેના જવાબને બદલે કૃષિમંત્રીએ બીજી કંપનીની બેગનુ પણ વજન કરાવવાનુ જાહેર કયુ હતુ !
GSFCની બેગમાંથી 50.120 કિલો ખાતર પેક થાય છે. પેકિંગ સમયે પણ કાંટો યોગ્ય છે કે નહી તે પણ જોવાય છે એમ કહેતા મંત્રીએ આ વજનના એક ટકા જેટલુ વજન ભેજ ઉડવાને કારણે ઓછુ થાય છે, તેના કારણે 150થી 25૦ ગ્રામ ઓછુ ખાતર વેચાણમાં ગયાનું સ્વિકાર્યુ હતુ. જો કે, ગુજરાત સરકારની માલિકીની GSFCની જેમ ભારત સરકારની ખાતર ઉત્પાદક ઈફ્કોના ગુજરાત સ્થિત પ્લાન્ટમાંથી ખેડૂતો સમક્ષ વેચાણ સમક્ષ જતી બેગમાં ભેજ ઉડવાથી કેટલુ વજન ઘટે છે તેનો જવાબ તેઓ આપી શક્યા નહોતા.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં GSFCએ પેક કરેલુ 1.6૦ લાખ મેટ્રીક ટન ખાતર ગુજરાતના ખેડૂતોએ ખરીદ્યુ છે. સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં અનેકવિધ વેચાણ કેન્દ્રો ઉપર 50.125 કિલોની બેગમાં 3૦૦ ગ્રામથી દોઢ કિલો સુધીનું ખાતર ઓછુ હોવાનું ખેડૂતોએ પકડયુ છે. ચીફ સેક્રેટરીએ જ્યાં સુધી સ્ટોક પડેલા સ્ટોકની બેગનું વજન ન થાય ત્યાં સુધી ખાતરનું વેચાણ સ્થગિત કરવા આદેશો કર્યા છે.
તુવેર કૌભાંડમાં કોંગ્રેસનો હાથ છે. જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે ત્યાં ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાં નબળી ગુણવત્તાનો જથ્થા ભેળવાયો છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ મીડિયા સમક્ષ આ પ્રકારના નિવેદનો કરતા તંત્ર ઉપર ભાજપ સરકારની પકડ જ ન હોય, આખી સરકાર ઉપર જાણે કોંગ્રેસના નેતાઓનો કંટ્રોલ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ હતુ. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નામે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ગુજરાત સરકારના મંત્રીઓ વહિવટી તંત્ર પાસે જવાબદેહિતાને બદલે રાજનીતિ કરી રહ્યા છે.
મતદાન પૂર્ણ થયા બાદ કેશોદ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીના કેન્દ્રમાં 3281 બોરીઓમાં હલકી ગુણવત્તાની તુવેર ખરીદ્યાનું દર્શાવવામાં આવ્યો હતો. નાફેડના ગોડાઉનથી જ આ જથ્થાને પાછો મોકલતા આખુ કૌભાંડ બહાર આવતા કોંગ્રેસના નેતાઓ માર્કેટયાર્ડમાં આ પ્રકારની ભેળસેળને ઉઘાડી પાડી હતી. જેમાં પુરવઠા નિગમના કર્મચારીઓ સહિત આઠ નાગરીકોની સામેલગીરી બહાર આવી છે. તેમની સામે કાર્યવાહી, ભેળસેળ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ, તંત્ર સામે એક્શનને બદલે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા ખેડૂતોને અચરજ થયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કૃષિમંત્રીનો લૂલો બચાવ, ભેજ ઊડયો એટલે બેગનું વજન ઘટયું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/agriculture-minister-say-the-weight-of-the-bag-diminishes-as-the-moisture-flows/
via Best Gujarati News
0 Comments