નવા શૈક્ષણિક વર્ષ-2019-2૦ માટે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા ફી નિર્ધારણ કાયદાના ભાગરૂપે ફી વસૂલવા માટે ડીઈઓ કચેરીમાં એફિડેવિટ અને દરખાસ્તો રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની મળીને કુલ 1608 ખાનગી સ્કૂલોએ કાયદા પ્રમાણે ફી વસૂલવા માટે એફિડેવિટ રજૂ કરી જણાવી રહ્યાં છે. આ સિવાય પાંચ ખાનગી સ્કૂલોએ નવા વર્ષમાં કાયદામાં નક્કી કરેલ ફી કરતાં વધુ ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી છે.

અમદાવાદ શહેર વિસ્તારમાં અંદાજે 1100 જેટલી ખાનગી સ્કૂલો આવેલી છે જે પૈકી કાયદા પ્રમો ફી વસુલવા માટે 967 સ્કૂલોએ એફિડેવિટ રજૂ કર્યાં છે જ્યારે એક સ્કૂલ સી.એન.વિદ્યાલયે વધુ ફી વસુલવા માટે દરખાસ્ત રજૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં 200 જેટલી એફિડેવિટ આવી છે જ્યારે નિકોલની આર.પી.વસાણી સ્કૂલે વધુ ફી વસુલવા દરખાસ્ત રજૂ કરી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં 441 સ્કૂલોએ એફીડેવિટ રજૂ કરી છે. તેમજ ત્રણ સ્કૂલોએ વધુ ફી વસૂલવા માટે દરખાસ્ત કરી છે. જેમાં જોધપુરની લોટસ સ્કૂલ, સાણંદની ન્યુ એરા સ્કૂલ તેમજ અન્ય એક પ્રિ-પ્રાયમરી સ્કૂલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2017માં લાગુ થયેલ ફી નિર્ધારણ કાયદામાં નિયત કરેલ રૂ.15 હજાર, રૂ.25 હજાર, રૂ.27 હજાર અને રૂ.30 હજારનો ફી સ્લેબ કરતાં વધુ ફી વસૂલવી હતી તે સ્કૂલોએ દરખાસ્ત રજૂ કરી હતી. જેથી આ દરખાસ્ત કરેલી સ્કૂલોની ફી ત્રણ વર્ષ માટે નક્કી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શહેરની 1,608 સ્કૂલો ચાલુ વર્ષે કાયદા મુજબની ફી લેશે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/citys-1608-schools-will-take-fees-this-year/
via Best Gujarati News

0 Comments