દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય 96 ટકા જેટલું રહેવાનું છે પણ ગુજરાતમાં એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્યના નિયામક જયંત સરકારે બુધવારે ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે ચોમાસાની પૂર્વતૈયારી સંદર્ભે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવ્યું હતું.

હવામાન ખાતા તરફથી જણાવાયું હતું કે, અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થાય એવું જોવાયું છે અને ગુજરાતના સંદર્ભમાં આ પરિસ્થિતિ ઊભી થતા વાંધો નહીં આવે, જેના કારણે રાજ્યમાં ચોમાસુ સારું રહેવાનો આશાવાદ રાખી શકાય.

આ બેઠકમાં ઇસરો તરફથી જણાવાયું હતું કે, ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી થઇ ગઇ છે, જેનો લાભ આ વખતે લેવાશે. રાજ્ય સરકાર આ સંદર્ભે ઇસરો સાથે વધુ બેઠકો યોજવાની છે.

એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં 47 જવાનો ધરાવતી કુલ 15 ટીમો સાધનસામગ્રીથી સુસજ્જ વડોદરા અને ગાંધીનગર ખાતે ઉપલબ્ધ થઇ ચૂકી છે, એમ પણ જણાવાયું હતું.

બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ શરૂ થવાની તંત્રની આગાહી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/forecasting-of-the-rainy-season-in-gujarat-in-the-third-week-of-june/
via Best Gujarati News

0 Comments