સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
ઠાકોર સમાજના સંત સદારામ બાપુ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા હતાં ત્યારે આજે બુધવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમા લાખો લોકોની જનમેદની ઉમટી હતી. સંત સદારામ બાપુનાં અતિમ દર્શન માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ સહિતના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટોટાણા ગામમાં પહોંચી સંતને શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સંત સાદારમ બાપા પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, મંગળવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાદમાં તેમને ટોટાણા ખાતે પોતાના પોતાના આશ્રમ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સાંજે અંતિમ શ્વાસ લીધા હતો. આ પહેલા જ સોશિયલ મીડિયામાં તેમના દેવલોક પામ્યાની અફવાહ પણ ફેલાઇ હતી. જોકે બાદમાં આ અફવાહ સાચી સાબિત થઇ હતી.
સંત સદારામ બાપા પછી અનુયાયી દાસબાપુને ટોટાણા આશ્રમના વિધિવત ગાદીપતી બનાવ્યા હતા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે દાસબાપુને ગાદી સોંપાઇ હતી. ત્યારબાદ સંત સદારામ બાપાના નશ્વર દેહને ભક્તોના અંતિમ દર્શન માટે આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં લાખો ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/sadaram-bapu-paid-tribute-to-other-leaders-including-cm/
via Best Gujarati News
0 Comments