સુરેન્દ્રનગરમાં કાપડની દુકાનમાં શંકાસ્પદ હાલતમાં યુવક સળગ્યો
શહેના વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર આવેલ રેડીમેઈડ ગારમેન્ટની આદિનાથ સિલેકશન નામની દુકાનમાં વેપારીએ કોઈ અગમ્ય કારણોસર જાતે સળગીને આત્મહત્યા કરી લીધા બનાવથી ચકચાર મચી જવા પામી છે. આગજનીના બનાવના પગલે કાપડની દુકાનમાં કાપડનો જથ્થો બળીને ખાખ થયો હોવાનું જાણવા મળ્યુ છે. સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમે દોડી જઈને આગને કાબુમાં લીધી હતી. બનાવના પગલે એ-ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર રેઈડીમેઈડ કાપડની આદિનાથ સિલેકશન નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં નિત્યક્રમ મુજબ વેપારી ગૌરાંગભાઈ કમલેશભાઈ દોશી (ઉ.વ.35) (રે.જીનતાન રોડ) બપોરના સમયે દુકાનમાં એકલા હતા. એ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર વેપારી યુવકે જાતે સળગીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બનવા પામ્યો છે. શહેર મધ્યે વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર રેડીમેઈડ કાપડની દુકાનમાં આગજનીના બનાવના પગલે દોડધામ મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
જયારે સ્યુસાઈટ કરનાર વેપારી ગૌરાંગભાઈ દોશી શરીરે સખત રીતે દાઝી જતા શહેરની ટી.બી. હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનુ મોત નિપજયાનું ખુલવા પામ્યુ છે. વેપારી યુવકે પારિવારીક ડખાના લીધે આ પગલુ ભર્યાની સ્થાનીક વેપારી આલમમાં ચર્ચા સાંભળવા મળી છે. બનાવના પગલે એ-ડીવીઝન પોલીસ મથકના જમાદાર બાબુલાલ ગામેતીએ આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરેન્દ્રનગરમાં કાપડની દુકાનમાં શંકાસ્પદ હાલતમાં યુવક સળગ્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/youth-burned-in-doubt-in-a-clothing-shop-in-surendranagar/
via Best Gujarati News
0 Comments