ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે ? તે અંગે હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓની આગાહી શરૃ થઈ છે. આ સ્થિતિમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે તેવી આગાહી કરી છે. વર્ષ કેટલા આની રહેશે તેનો ખ્યાલ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
2019ના ચોમાસાના સંકેત જોતા ગુરૃ-શનિનું ભ્રમણ ભૂતકાળમાં ઈ.સ.1959, 1971, 1983માં રહ્યું હતું. આ વખતે શિયાળામાં વિપરિત સંજોગો તથા વર્ષાગર્ભના લક્ષણો જોતા ચોમાસું એકંદરે સારું જશે.
સૂર્ય કૃતિકા નક્ષત્રમાં હોય કેરળમાં ચોમાસું સમયસર આવે. કદાચ વહેલું પણ આવે. જૂનની શરૃઆતમાં ભારતના દક્ષિણ છેડે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં રોહિણી-સૂર્ય નક્ષત્રમાં આંધી-ગાજવીજ સાથે વરસાદ થાય. 25 મેથી 28 મે સુધીમાં વરસાદ થાય. જ્યારે આંધી અને ગાજવીજ સાથે 29 મેથી 5 જૂન વચ્ચે વધુ વરસાદ થાય.
ચોમાસું, વરસાદ ક્યારે શરૃ થશે તે અંગે જોતા કોરમડી વાદળો આવ્યા પછી જ ખ્યાલ આવે. આ વખતે અંગારક યોગ હોવાથી વરસાદની વહેંચણી અસમાન રહે. કોઈ ભાગમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થાય.
18મી મે બાદ ગરમી જોર પકડશે. જૂનમાં પણ સખત ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયશને પાાર કરી જાય.
ક્યાં કેટલો વરસાદ પડવાની સંભાવના
શહેર – વરસાદ ઈંચમાં
ગાંધીનગર – 30
બનાસકાંઠા – 40
કચ્છ 10થી 20
મહેસાણા 20થી 38
અમદાવાદ – 35
આણંદ – 48
દાહોદ – 50
ખેડા -48
પંચમહાલ – 52
વડોદરા – 55
ભરૃચ – 60
ડાંગ – 95
નર્મદા -70
નવસારી -80
સુરત – 75
વલસાડ – 100
અમરેલી – 48
ભાવનગર – 45
જામનગર – 28
પોરબંદર – 28
જૂનાગઢ – 48
રાજકોટ – 46
સુરેન્દ્રનગર – 36
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/meteorologist-ambalal-patel-predicted-monsoon-in-gujarat/
via Best Gujarati News
0 Comments