મહેસાણાના ઈસમે રાધનપુર ખાતે વિધવા તરીકે જીવન ગુજારનાર મહિલાને લગ્ન કરવાની લાલચ આપી તેમજ મકાન લેવાના બહાને દસ લાખથી વધારે રૃપિયા પડાવ્યા હતા. આમ વિધવા મહિલા સાથે વારંવાર છેતરપીડી કરી તેમજ પૈસા પડાવીને આખરે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા મહિલાએ મહેસાણાના ઈસમ વિરૃધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે.

રાધનપુરની તંબોળી શેરીમાં વસવાટ ધરાવતા પ્રફુલાબેન પંચોલી જેમના પતિ મરણ ગયેલ હોઈ અને હાલમાં તેમનુ નજીકનુ સગા-સબંધી ન હોઈ તેવો વિધવા તરીકે એકલવાયુ જીવન ગુજારતા હતા.જે એકલતા જીવનમાં થી મુકત થવા માટે તેઓએ અગાઉ અમદાવાદ મેરેજ બ્યુરોમાં લગ્નની નોધણી કરાવી હતી.જે નોધણી આધારે બ્રહૃમભટ્ટ દિનેશભાઈ ગુણવંતભાઈએ (રહે.નીચા ભાટવાળા મહેસાણા,જિ.મહેસાણા) પ્રફુલાબેનનો મોબાઈલ નંબર મેળવી અવાર નવાર મોબાઈલમાંથી વાતચીત કરી સર્પકમાં કર્યો હતો.આમ દિનેશ અવાર નવાર પ્રફુલાબેનને ફોન કરી લગ્ન કરવા બાબતે વાતો કરતો હતો.

આમ વારંવાર લગ્ન કરવાની લાલચ આપી દિનેશે પ્રફુલાબેન પાસેથી અમદાવાદમાં વેચાણ ઘર લેવાનુ કહી 1 લાખ રૃપીયા રોકડા, સોનાની બંગડી નંગ-4 અને અંદાજીત બીજુ પાંચ તોલા સોનુ એમ કુલ મળી 11.46 લાખનો માલનો મુદમાલ રાધનપુરની વિધવા મહિલા પાસેથી પડાવ્યો હતો.ત્યાર બાદ વિધવા મહિલા પ્રફુલાબેને દિનેશ પાસે થી સોનાના દાગીના તથા રોકડા રૃપિયા પરત માંગતા દિનેશે રૃપિયા આપવાની તેમજ તેની સાથે લગ્ન કરવાની ના પાડી વિશ્વાસ ઘાત તેમજ છેંતરપીડી આચરી હતી. જે બનાવે પંચોલી પ્રફુલાબેન રાધનપુર પોલીસ મથકે આવી લગ્ન કરવાની અવાર નવાર લાલચ આપનાર અને રોકડ રૃપીયા લઈને રફુચકકર થઈ ગયેલ બ્રહૃમભટ્ટ દિનેશભાઈ ગુણવંતભાઈ વિરૃધ્ધ રાધનપુર પોલીસ મથકે ઈ.પી.કો કલમ 406 તેમજ 4.2 મુજબ ફરીયાદ નોધાવી છે.

આ પણ જુઓ: પાંડેસરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદમાં લગ્નની નોધણી વિધવાને પડી ભારે, યુવકે લગ્નની લાલચ આપી અને બાદમાં… appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-widow-has-been-cheated-by-giving-lust-for-marriage/
via Best Gujarati News

0 Comments