મુલાયમ- અખિલેશને અપ્રમાણસર સંપત્તિનાં કેસમાં CBIની ક્લીનચિટ
નવી દિલ્હી :
આવક કરતા વધુ સંપત્તિના કેસમાં સીબીઆઈએ સપાનાં સ્થાપક મુલાયમસિંહ યાદવ અને તેમનાં પુત્ર અખિલેશ યાદવને ક્લીનચિટ આપી છે. સીબીઆઈએ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે મુલાયમસિંહ અને અખિલેશ સામે કેસ કરવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુલાયમસિંહ, અખિલેશ યાદવ અને પ્રતીક યાદવ સામે આવક કરતા વધુ સંપત્તિનાં મામલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરીને જણાવ્યું હતું કે, તેમની સામે પ્રાથમિક તપાસ ૨૦૧૩માં બંધ કરવામાં આવી હતી.કોંગ્રેસનાં કાર્યકર વિશ્વનાથ ચતુર્વેદીની ફરિયાદને આધારે કેસ કરાયો હતો.
સુપ્રીમનાં કહેવાથી સીબીઆઈએ પ્રારંભિક તપાસ કરી
સીબીઆઈએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં આદેશને આધારે ત્રણેય સામે પ્રારંભિક તપાસ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ૧ માર્ચ ૨૦૦૭નાં રોજ સપા નેતા અને તેના પરિવાર સામે અપ્રમાણસર સંપત્તિનાં કેસમાં કરાયેલા આક્ષેપો સાચા છે કે કેમ તેની તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યો હતો અને સીબીઆઈને ૪ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મુલાયમ- અખિલેશને અપ્રમાણસર સંપત્તિનાં કેસમાં CBIની ક્લીનચિટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/mulayam-akhilesh-apraman/
via Best Gujarati News
0 Comments