। નવી દિલ્હી ।

પાકિસ્તાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. એક તરફ અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો દર ૧૫૦ રૂપિયા સુધીના નીચલા સ્તરે આવ્યો છે ત્યારે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર મોંઘવારી કે પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન રોકી શકવામાં અસમર્થ છે. દૂધના એક લિટરનો ભાવ ૧૯૦ રૂપિયા, સંતરાં ૩૬૦ રૂપિયા, લીબું અને સફરજન ૪૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. કેળાં ૧૫૦ રૂપિયે ડઝનના ભાવે વેચાય છે. માંસનો ભાવ તો ૧,૧૦૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે. આથી પાકિસ્તાનીઓ હેરાન પરેશાન છે. માર્ચની તુલનામાં હાલમાં કાંદાના ભાવ ૪૦ ટકા, ટામેટાંના ૨૦ ટકા, મગની દાળ ૧૩ ટકા વધી ગયા છે. ગોળ, ખાંડ, ફળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતો ૧૦ ટકા જેટલી વધી છે.

વેપારીઓનો ભરોંસો ઊઠયો 

પાકિસ્તાની સરકારની નીતિઓના કારણે વેપારીઓનો હવે બજાર પરનો ભરાંેસો ઊઠી ગયો છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી પાકિસ્તાન ૬ અબજ ડોલરની લોન લેવા માગે છે અને એની શરતો આકરી છે. એના કારણે પાકિસ્તાની રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે અવમૂલ્યન એકી સાથે કરી દેવામાં આવવું જોઈએ.

૧૭ વર્ષમાં પહેલીવાર શેરબજારમાં સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. વેપારીઓ શેરબજારને બચાવવા માટે માર્કેટ સપોર્ટ ફંડ બનાવવાની માગણી કરી રહ્યા છે.

મે મહિનામાં પાકિસ્તાની રૂપિયો ૨૯ ટકા કમજોર થયો છે. એશિયાના ૧૩ ચલણ પૈકી સૌથી નબળું ચલણ હવે પાકિસ્તાનનું છે. એક ડોલરનું મૂલ્ય ૧૫૦ પાકિસ્તાની રૂપિયા થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાક.ના ખરાબ દિવસો : મટન ૧,૧૦૦ રૂપિયે, સફરજન ૪૦૦ રૂપિયે કિલો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/cropping-no-bad-days-mt-1100/
via Best Gujarati News

0 Comments