। ચંડીગઢ ।

પંજાબ કોંગ્રેસમાં કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનો સામે બગાવત જાગી છે. મોટાભાગનાં પ્રધાનો સિદ્ધુની વિરૂધ્ધ થઈ ગયા છે. પંજાબનાં પ્રભારી આશા કુમારી પણ સિદ્ધુથી ખફા છે. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પાસેથી આ મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.

પાર્ટીની છબી ખરડાઈ છે. આખો મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે જેમણે લોકસભાનાં પરિણામો પછી શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાનાં સંકેતો આપ્યા છે. હરિયાણાનાં પ્રધાન અનિલ વીજે પણ કહ્યું હતું કે સિદ્ધુને તેમની પાર્ટીનાં લોકોએ જ બહારનો રસ્તો બતાવવો જોઈએ.

મુદ્દો દિલ્હી દરબારમાં પહોંચ્યો

ભટીન્ડામાં સિદ્ધુનાં વિવાદીત નિવેદનો અને તેમની પત્નીની ટિપ્પણીઓનો વીડિયો પંજાબનાં સીએમ અમરિન્દર સિંહ તેમજ પાર્ટીનાં કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યો છે. આમ સિદ્ધુ અને અમરિન્દર સિંહ વચ્ચે ખટરાગનો મામલો કોંગ્રેસનાં દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. સિદ્ધુ અને તેમના પત્નીએ ચૂંટણી દરમિયાન મીડિયા અને જાહેર મંચ પર કોંગ્રેસ અને તેના નેતાઓ વિરૂધ્ધ નિવેદન કરીને પાર્ટીને નુકસાન પહોંચાડયું છે.

સિદ્ધુ પાર્ટીનાં લોકો પર પોતાનો એજન્ડા ઠોકી રહ્યા છે : બ્રહ્મ મોહિન્દ્રા

પંજાબ કોંગ્રેસનાં વરિષ્ઠ પ્રધાન બ્રહ્મ મોહિન્દ્રાએ કહ્યું હતું કે, સિદ્ધુ હજી તો બે વર્ષ પહેલા કોંગ્રેસમાં આવ્યા છે અને તેમના નિયમો ઠોકી બેસાડે છે. તેમનો એજન્ડા અન્ય લોકો પર ઠોકી બેસાડવા કોશિષ કરે છે. હાઈકમાન્ડે તેની ગંભીર નોંધ લેવી જોઈએ. તેઓ પાર્ટી અને સરકારની છબી ખરાબ કરી રહ્યા છે. આથી તેમની સામે પગલાં લેવા જોઈએ.

સિદ્ધુથી ત્રણ પ્રધાનો ખફા

કેબિનેટનાં કેટલાક પ્રધાનો સિદ્ધુથી ખફા છે. જેમાં સુખજિન્દર સિંહ રંધાવા, તૃપ્ત રાજિન્દર સિંહ રંધાવા, સાધૂ સિંહ ધર્મસોતે પણ સિદ્ધુનાં નિવેદનોને ગેરવાજબી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સિદ્ધુને કોઈ સમસ્યા હોય તો તે કેબિનેટમાં રજૂ કરાય તેને જાહેરમાં રજૂ કરવાની જરૂર ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સિદ્ધુ સામે ચૂંટણીનાં પરિણામો પછી પગલાં લેવાશે : કોંગ્રેસ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sidhu-opposition-on-election/
via Best Gujarati News

0 Comments