। નવી દિલ્હી ।

પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટેની આરોગ્ય યોજના એક્સ સર્વિસમેન કોન્ટ્રિબ્યૂશન હેલ્થ સ્કીમમાં બનાવટી બિલો રજૂ કરી રૂપિયા ૫૦૦ કરોડનું કોભાંડ આચરાયું હોવાનો આરોપ મુકાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ દરમિયાન ઇસીએચએસ પાસે આવતા બિલોમાંથી ૨૦ ટકા બિલ બનાવટી હોય છે. ગયા વર્ષે ઇસીએચએસને લગભગ રૂપિયા ૫૦૦ કરોડના બનાવટી બિલ મોકલવામાં આવ્યા હતા. આ પ્રકારના બિલ ક્યાં તો બનાવટી હોય છે અથવા તો સારવારમાં એવા બિલ પણ સામેલ કરી દેવામાં આવે છે કે જે સારવાર અપાઈ જ ન હોય. તે ઉપરાંત બિલમાં રકમ વધારી દીધી હોય અથવા તો જરૂર વિના જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા જેવા મામલા પણ સામે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓના કારણે સેના દ્વારા સંખ્યાબંધ મોટી પ્રાઇવેટ હોસ્પિટલોને ઇસીએચએસની પેનલમાંથી હાંકી મૂકવાની ભલામણ કરાઈ હતી પરંતુ બાહ્ય દબાણના કારણે આવી હોસ્પિટલો પર પગલાં લઈ શકાયાં નહોતાં. આ ભ્રષ્ટાચારની જાણકારી સેના અને સંરક્ષણ મંત્રાલયને પણ છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેરમાં પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના મામલા સામે આવી રહ્યાં છે.  ઇસીએચએસ દ્વારા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને કેશ ફ્રી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાના અંદાજે બાવન લાખ લાભાર્થી છે અને આ યોજના સાથે દેશભરની ૨,૦૦૦થી વધુ હોસ્પિટલ સાંકળી લેવાઈ છે. ઘણી હોસ્પિટલો દ્વારા બનાવટી બિલ, સારવાર ન કરી હોય તો પણ બિલ મોકલવાના કિસ્સા સામે આવ્યાં છે. આ પ્રકારની હોસ્પિટલો સામે તપાસ બાદ પગલાંની ભલામણ કરવામાં આવી પરંતુ અધિકારીઓ અને રાજકીય નેતાઓના હસ્તક્ષેપના કારણે પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એવું નથી કે કોઈ આ અંગે જાણતું નથી. સંરક્ષણ મંત્રાલય અને સેના બંનેને આ ભ્રષ્ટાચાર અંગે જાણ છે છતાં તેને રોકવા માટે કોઈ પગલાં લેવાતાં નથી. તપાસ અધિકારીઓને પણ પ્રભાવિત કરવાના પ્રયાસો કરાયા છે.

ઈન્ડિયન આર્મી હવે તેના જવાનોને અધિકારીની તાલીમ આપશે

ભારતીય સેનામાં અધિકારીઓની અછતને જોતાં હવે સેનાના જવાનોને જ અધિકારીઓની તાલીમ આપવાની યોજના તૈયાર કરાઈ છે. સેનામાં લેફ્ટનન્ટ, કેપ્ટેન, મેજર અને લેફ્ટનન્ટ કર્નલ સ્તરના અધિકારીઓની તીવ્ર અછત વર્તાઈ રહી છે. તેથી હવે ભારતીય તેના તેજસ્વી જવાનોને અધિકારીઓે નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને કોમ્યુનિકેશન સ્કિલ્સની તાલીમ આપી અધિકારીઓ તરીકે નિયુક્તિ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પૂર્વ સૈનિકો અને પરિવારો માટેની આરોગ્ય યોજનામાં વર્ષે રૂપિયા ૫૦૦ કરોડનો ચૂનો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pre-soldiers-and-families/
via Best Gujarati News

0 Comments