। નવી દિલ્હી ।

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાવવધારાની મોસમ શરૂ થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ અને દૂધમાં ભાવવધારાની સાથે સાથે હવે ઓટોમોબાઇલ્સના વીમા પણ મોંઘાં થઈ જશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ)એ  કાર, ટુ વ્હિલર, સ્કૂલ બસથી માંડીને ટ્રક સુધીના વાહનોના થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આઈઆરડીઆઈ દ્વારા કારના વીમાના પ્રીમિયમમાં ૧૪ ટકા, ટુ વ્હિલરમાં ૨૧.૧૧ ટકા અને ટ્રક જેવા જાહેર પરિવહનના વાહનોનર્થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં ૧૧ ટકાનો વધા।રો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સ્કૂલ બસના વીમાના પ્રીમિયમના બેઝિક રેટમાં ૫.૨૯ ટકા અને પ્રતિ લાઇસન્સ્ડ પેસેન્જરમાં ૫.૩૪ ટકાનો વધારો સૂચવ્યો છે. જોકે નવી કાર અને ટુ વ્હિલર માટેના લાંબા ગાળાના પ્રીમિયમ દરોમાં કોઈ બદલાવ કરાયો નથી, નવી કાર અથવા ટુ વ્હિલરના કેસમાં લાંબાગાળાના પ્રીમિયમના દરોમાં કોઈ બદલાવ નહીં થાય.

ઇલેક્ટ્રિક વ્હિકલના પ્રીમિયમના દરમાં રાહત અપાશે

આઈઆરડીએઆઈ દ્વારા પ્રસ્તાવિત મુસદ્દામાં ઇલેક્ટ્રિક પ્રાઇવેટ કાર અને ઇલેક્ટ્રિક ટુ વ્હિલરના પ્રીમિયમના દરમાં ૧૫ ટકાની રાહત આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. તે ઉપરાંત એજન્સી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે જે બસો સ્કૂલના નામે રજિસ્ટર્ડ થઈ છે અને જેમનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓના પરિવહન માટે કરવામાં આવે છે તેમને જ સ્કૂલ બસ ગણાશે.

થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમના પ્રસ્તાવિત દરો 

પ્રાઇવેટ કાર                પ્રસ્તાવિત દર  વર્તમાન દર 

૧,૦૦૦ સીસી સુધી     ૨,૧૨૦          ૧,૮૫૦

૧,૦૦૦-૧,૫૦૦ સીસી  ૩,૩૦૦          ૨,૮૬૩

૧,૫૦૦સીસીથી વધુ     ૭,૮૯૦          ૭,૮૯૦

ટુ વ્હિલર                      પ્રસ્તાવિત       વર્તમાન દર 

૭૫ સીસી સુધી           ૪૮૨                ૪૨૭

૭૫-૧૫૦ સીસી          ૭૫૨                ૭૨૦

૧૫૦-૩૦૦ સીસી       ૧,૧૯૩            ૮૮૫

૩૫૦ સીસીથી વધુ      ૨,૩૨૩           ૨,૩૨૩

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાર, ટુ વ્હિલર, સ્કૂલ બસથી માંડીને ટ્રક સુધીના થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમ મોંઘાં બનશે, પ્રસ્તાવ રજૂ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/car-to-wheeler-school-bus-m/
via Best Gujarati News

0 Comments