વર્લ્ડ કપ 2019 માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં જગ્યા ના બનાવી શકેલા ઋષભ પંતનો કેપ્ટન વિરાટ કોહલી સાથેનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બંને એકસાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ઋષભ પંતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. પંતે વિડીયોને શેર કરતા જણાવ્યું કે, કોહલીએ આને શેર કરવાનું ના કહ્યું હતુ. પંતે વિડીયો ટ્વિટર પર શેર કરતા લખ્યું કે, “દરેક જણ મને આ વિશે પુછી રહ્યું છે. હું જાણું છું કે તમે મને કોઈને ના જણાવવા કહ્યું છે, પરંતુ હું મારા ઉત્સાહને રોકી નથી શકતો ભાઈ. વધારે માટે વિરાટ કોહલીનાં ટ્વિટરને કાલે ચેક કરજો.’

આખરે શા માટે કોહલીએ આ વિડીયોની જાણકારી છુપાવી તે વિશે ખુદ વિરાટ કોહલી 16 મેનાં રોજ ખુલાસો કરશે. જો કે, કોહલી અને વિરાટ કોહલીની આ જુગલબંધીનો વિડીયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. લોકો ઝડપથી આ વિડીયોને શેર કરી રહ્યા છે અને પુછી રહ્યા છે કે આખરે શું છે જે કોહલી જણાવવા નથી ઇચ્છતો. ઉલ્લેખનીય છે કે ઋષભ પંતને 2019 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં જગ્યા મળી નથી.

ક્રિકેટ જગતનો એક ભાગ આ નિર્ણયને ખોટો ગણાવે છે તો કેટલાક આને યોગ્ય નિર્ણય ગણાવી રહ્યા છે. તો વિરાટ કોહલીએ પણ કહ્યું છે કે, ‘કાર્તિક પાસે અનુભવ અને મુશ્કેલીમાં મેચને જાળવી લેનારા પ્રદર્શનનાં કારણે ફાયદો થયો.” જો કે કાર્તિક વર્લ્ડ કપમાં બીજા વિકેટકીપર તરીકે છે અને ધોની રમશે ત્યાં સુધી તેને તક મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોહલીનાં સીક્રેટ વિડીયોને ઋષભ પંતે કર્યો લીક, વિરાટે સ્પષ્ટ કહી હતી ના appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rishabh-pant-shared-video-of-him-and-virat-kohli/
via Best Gujarati News

0 Comments