ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારનાં રોજ કહ્યું કે, “વિરાટ કોહલીની IPLની કેપ્ટનશિપની અસર વર્લ્ડ કપ પર નહીં પડે, કેમકે વન ડે કેપ્ટનનાં રૂપમાં તેનો રેકૉર્ડ સારો છે.” ગાંગુલીએ કહ્યું કે, “કોહલી માટે સૌથી વધારે ફાયદો એ છે કે તેને બે સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે.” બેંગલોરની આઈપીએલમાં સતત નિષ્ફળતાથી કોહલીની કેપ્ટનશિપની ક્ષમતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, પરંતુ ગાંગુલીએ કહ્યું કે આ ભારતીય કેપ્ટન સંપૂર્ણ રીતે અલગ છે.

ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, “વિરાટ કોહલીની આઈપીએલ કેપ્ટનશિપનાં રેકૉર્ડની તુલના ભારતની સાથે ના કરો. ભારત માટે તેનો કેપ્ટનશિપ રેકૉર્ડ ઘણો સારો છે. તેની સાથે રોહિત જેવો વાઇસ કેપ્ટન છે. ધોની ટીમમાં છે. આ કારણે તેને સારો સાથ મળશે.” સૌરવ ગાંગુલીનું માનવું છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારતીય અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવશે. તેમણે કહ્યું કે, “હાર્દિક મહત્વની ભૂમિકા નીભાવશે. તે શાનદાર ફૉર્મમાં છે. ભારત માટે તે મહત્વનો સાબિત થશે.”

સૌરવ ગાંગુલીએ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમોમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ઉપરાંત પાકિસ્તાનને પસંદ દાવેદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “પાકિસ્તાનનો ઇંગ્લેન્ડમાં વિશ્વ ટૂર્નામેન્ટનો રેકૉર્ડ સારો છે. બે વર્ષ પહેલા તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેમણે 2009માં વર્લ્ડ કપ ટી-20 પણ ઇંગ્લેન્ડમાં જીતી હતી. પાકિસ્તાન હંમેશા ઇંગ્લેન્ડમાં સારું રમ્યું છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ પહેલા ગાંગુલીનું મોટું નિવેદન, વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઇને કહ્યું કે… appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-speaking-about-virat-kohlis-captainship-before-cwc/
via Best Gujarati News

0 Comments