ખુદ કેપ્ટન કોહલીએ તોડ્યું મૌન, આ કારણે વર્લ્ડ કપ ટીમમાં ઋષભ પંતને ના કર્યો સામેલ
30 મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વિશ્વ કપ માટે દરેક ટીમોએ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયાએ પણ 15 એપ્રિલની પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ પસંદગીને લઇને ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. ખાસ કરીને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પસંદગી ના થવા પર પસંદગીકર્તાઓને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. પસંદગીકર્તાઓએ પોતાના બચાવમાં દિનેશ કાર્તિકનાં અનુભવને એક કારણ ગણાવ્યું કે જેથી તેને ટીમમાં સામેલ કર્યો. તો ઋષભ પંતને અપરિપક્વ ગણાવીને પસંદગીને યોગ્ય ગણાવી.
આ મામલો થોડાક દિવસ શાંત રહ્યો, પરંતુ IPLમાં દિલ્હી તરફથી રમતા ઋષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું ત્યારબાદ એકવાર ફરી પંતને વર્લ્ડ કપમાં બહાર રાખવાને લઇને પ્રશ્નો ઉઠ્યા. ઘણા દિગ્ગજોએ પણ પંતનાં પક્ષમાં નિવેદન આપતા પસંદગીને ખોટી ગણાવી. હવે આ સૌની વચ્ચે ખુદ કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન સામે આવ્યું છે. વિરાટે જણાવ્યું કે દિનેશ કાર્તિકને અનુભવ અને દબાવવાળી સ્થિતિમાં સારી બેટિંગ કરવાનો ફાયદો મળ્યો. મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર તરીકે ટીમની પહેલી પસંદગી રહેશે અને કાર્તિક રીઝર્વ રહેશે.”
જણાવી દઇએ કે દરેક ટીમને પોતાના ફાઇનલ ખેલાડીઓનું લિસ્ટ 23 મેનાં રોજ આપવાનું છે, પરંતુ અત્યારે એવી કોઈ સ્થિતિ નથી જેમાં પંતને તક મળે. આ સૌથી અલગ જો બંનેનાં કેરિયરને લઇને વાત કરીએ તો 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા 33 વર્ષનાં કાર્તિકે અત્યાર સુધી 91 એકદિવસીય મેચ રમી છે જેમાં તેણે 31ની સરેરાશથી 1738 રન બનાવ્યા છે. તો ઋષભ પંતે અત્યાર સુધી 5 એકદિવસીય મેચ રમી છે, જેમાં તેણે 23ની સરેરાશથી 93 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખુદ કેપ્ટન કોહલીએ તોડ્યું મૌન, આ કારણે વર્લ્ડ કપ ટીમમાં ઋષભ પંતને ના કર્યો સામેલ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-speaking-about-why-rishabh-pant-is-out-from-world-cup-team-of-india/
via Best Gujarati News
0 Comments