મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર રણનીતિ બનાવવામાં પાવરધો છે. તેની આ ખૂબીએ ભારતને ઘણી મેચો જીતાડી છે, પરંતુ આખરે તે પણ માણસ છે અને ભૂલો કરી શકે છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ધોનીની આ વાતને સામે લાવતા કહ્યું કે, “કેટલીકવાર ધોનીની ટિપ્સ પણ કામ આવતી નથી. ઘણીવાર એવું પણ થયું છે કે ધોનીની રણનીતિ ખોટી સાબિત થઈ છે.”

ચાઇનામેન બૉલર કુલદીપ યાદવ વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં સામેલ છે. જો કે તાજેતરમાં જ પૂર્ણ થયેલી આઈપીએલમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતુ. કુલદીપે સોમવારનાં સીએટ ક્રિકેટ રેટિંગ એવૉર્ડ્સ દરમિયાન મજાકમાં કહ્યું કે, “ઘણીવાર તેમનો નિર્ણય પણ ખોટો સાબિત થાય છે, પરંતુ તમે તેમને કંઈ કહીના શકો.” કુલદીપે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય ધોનીની ટિપ્સને લઇને પ્રશ્ન ઉઠાવ્યો છે.

કુલદીપ યાદવે કહ્યું કે, “ધોની મેચ દરમિયાન વધારે વાત નથી કરતો. તેઓ ઑવરની વચ્ચે ત્યારે પોતાનું મંતવ્ય આપે છે જ્યારે તેમને લાગે છે કે હવે બોલવું જોઇએ.” ઉલ્લેખનીય છે કે આ આઈપીએલ સીઝનમાં કુલદીપ યાદવ 12 મેચ રમીને ફક્ત 4 વિકેટ જ લઇ શક્યો હતો. એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે અનેક મેચ જીતી છે. આમાં 2007 ટી-20 વિશ્વ કપ અને 2011 વન ડે વિશ્વ કપ સામેલ છે. આ ઉપરાંત ભારત તેની કેપ્ટનશિપમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી ચુક્યું છે. ધોની આઈપીએલમાં ચેન્નઈની ટીમને 8 વાર ફાઇનલમાં પહોંચાડી ચુક્યો છે અને 3 વાર તેને ટ્રોફી જીતવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ ભારતીય બૉલરે કહ્યું, “મેદાન પર ધોનીની ટિપ્સ પણ નથી આવતી કામ, તે પણ ભૂલો કરે છે” appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kuldeep-yadav-said-dhonis-decision-also-wont-help-some-time/
via Best Gujarati News

0 Comments