૨૦૧૫ના વર્લ્ડ કપ બાદ ઇંગ્લેન્ડે ત્રીજી વખત ૩૫૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો
બ્રિસ્ટોલ :
ઓપનર જોની બેરિસ્ટોની આક્રમક સદીની મદદથી ઇંગ્લેન્ડે અહીં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. બંને દેશ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે વધુ એક વખત ૩૫૦ પ્લસનો સફળ રનચેઝ કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. ઓપનર ઇમામ ઉલ હકના ૧૫૧ રનની મદદથી પાકિસ્તાને નવ વિકેટે ૩૫૮ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડની ટીમે ૪૪.૫ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બેરિસ્ટોને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૨૦૧૫ના વર્લ્ડ કપ બાદ ઇંગ્લેન્ડે ત્રીજી વખત ૩૫૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/2015-no-world-cup-after-english/
via Best Gujarati News
0 Comments