। મુંબઈ ।

આઈપીએલ ૨૦૧૯માં મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની ચૂકી છે પરંતુ પૂરી ટી૨૦ લીગ દરમિયાન કેટલાક ખેલાડીઓનો દેખાવ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. વિવિધ ફ્રેન્ચાઇઝીઓએ હરાજીમાં ઊંચી કિંમતે ખરીદેલા કેટલાક ખેલાડીઓ સફળ રહ્યા છે તો કેટલાક નિષ્ફળ રહ્યા છે. કેટલાક ખેલાડીઓએ તો તેમની ફ્રેન્ચાઇઝીએ આપેલી કિંમતના પૂરેપૂરા પૈસા વસૂલ કરી દીધા છે તો કેટલાક પોતાની પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.  ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોને સનરાઇઝર્સ હૈદરાબાદે ૨.૨ કરોડમાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ ડેવિડ વોર્નર સાથે ધમાકેદાર ઓપનિંગ જોડી બનાવી હતી અને ૧૦ મેચમાં ૪૪૫ રન બનાવ્યા હતા. જેમાં તેણે એક સદી તથા એક અડધી સદી પણ નોંધાવી હતી. તેનો પ્રત્યેક રન હૈદરાબાદને ૪૯,૪૩૮ રૂપિયામાં પડયો હતો. સૌથી ખર્ચાળ સાબિત થયેલા ખેલાડીઓમાં સેમ કરન અને ફ્લોપ ખેલાડીમાં જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. સેમ કરનને કિંગ્સ ઇલેવન પંજાબે ૭.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે નવ મેચમાં કુલ ૯૫ રન તથા ૧૦ વિકેટ ઝડપી હતી. આમ તેનો પ્રત્યેક રન ૭.૫૮ લાખ તથા પ્રત્યેક વિકેટ ૭૨ લાખ રૂપિયામાં પડી હતી. સૌરાષ્ટ્રનો ઝડપી બોલર જયદેવ ઉનડકટની તો બેટ્સમેનોએ એવરેજ બગાડી નાખી છે. તેણે પ્રત્યેક ઓવરમાં ૧૦ કરતાં વધારે રન આપ્યા હતા. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીએ તેને ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં સામેલ કર્યો હતો. તેણે ૧૧ મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી. તેણે ૩૭.૨ ઓવરમાં ૧૦.૬૬ની એવરેજથી ૩૯૮ રન આપી દીધા હતા. આમ તેની પ્રત્યેક વિકેટ ફ્રેન્ચાઇઝીને ૮૪ લાખ રૂપિયામાં પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઉનડકટની એક વિકેટ રાજસ્થાનને ૮૪ લાખમાં પડી, બેરિસ્ટોના પૈસા વસૂલ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/unadkat-a-wicket-rajasthan/
via Best Gujarati News

0 Comments