। રિયાદ ।

સાઉદી અરબમાં ચાર ટેન્ક રો પર હુમલા કરાયા બાદ ફરી એકવાર અહીં મોટો હુમલો કરાયો છે. એક મુખ્ય સાઉદી તેલ પાઇપલાઇન પરના બે પંપિંગ સ્ટેશનો પર મંગળવારે વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો કરાયો છે. આ હુમલા બાદ કાચા તેલના પુરવઠાને સંપૂર્ણ અટકાવી દેવાયો હતો. આ હુમલા બાદ અખાતી વિસ્તારમાં તણાવ વધવાની શકયતા છે.

સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ અલ ફલીહે જણાવ્યું હતું કે તેલથી સમૃધ્ધ પૂર્વી પ્રાંતથી લાલ સાગર સુધી જતી પાઇપલાઇન પર મંગળવારે સવારે હુમલો કરાયો છે. આ એક આતંકવાદી કૃત્ય છે, વૈશ્વિક તેલ પુરવઠાને ટાર્ગેટ કરાયો છે. સાઉદીની સરકારી તેલ કંપની અરામકોથી જોડાયેલા તેલના ઢાંચાને નિશાન બનાવવાની સાથે પાઇપલાઇન સાથે જોડાયેલા બે સ્ટેશનો પર આગ લગાવી ટાર્ગેટ કરાયા છે.

ઇરાન સમર્થિત હઉથી વિદ્રોહી જે યમનમાં સાઉદીના નેતૃત્વવાળા સૈન્યના ગઠબંધનનો સામનો કરી રહયા છે તેમના દાવા મુજબ તેમણે ડ્રોન સાથે અનેક મહત્ત્વપૂર્ણ સાઉદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. બાદમાં જણાવાયુ હતુ કે આ રાજઘરાણાને એક સંદેશ મોકલવા માટે અને તેમના દેશ વિરુદ્ધ આક્રમકતાને અટકાવવા માટે હુમલો કરાયો છે. આનાથી સ્પષ્ટતા નથી થઇ રહી કે તેઓ ફુજૈરાહ અમીરાત પાસે રવિવારે ટેન્કરોની થયેલી તોડફોડની જવાબદારી લઇ રહયા છે.

બીજી તરફ અમેરિકી રક્ષા વિભાગે દાવો કર્યો છે કે રવિવારે વિસ્ફોટકોથી ચાર કમર્શિયલ જહાજોને નુકસાન પહોંચાડયાની ઘટનાથી આ વિસ્તારમાં ટેન્શન વધવાની આશંકા છે. તેના કારણે મોટું જોખમ ઊભું થાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાઉદી અરબની તેલની પાઇપલાઇનો પર ડ્રોનથી હુમલો : પુરવઠો અટકાવાયો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/saudi-arabian-oil-pipala/
via Best Gujarati News

0 Comments