આ રીતે Delete કરો ફેસબુક પર અપલોડ કરેલા તમારા સ્માર્ટફોન કોન્ટેક્ટ્સ
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર રોજ લાખો યૂજર્સ એક્ટિવ રહે છે અને તે છતા પણ યૂજર્સના ડેટાની પ્રાઇવેસીને લઇને કંપની તરફથી સતત ખામીઓ સામે આવી રહી છે. થોડાક દિવસ અગાઉ ભૂલથી યુજર્સની ડીટેઇલ્સ સામે આવવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. ગર્વમેન્ટ એજન્સી સિવાય યૂજર્સ તરફથી પણ કંપનીને સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. તે છતા પણ કોઇ સોલ્યુશન મળી રહ્યું નથી. એવામાં એક સમજદારી ભરેલું પગલું ડેટા રિમૂવ કરવો હોય શકે છે. જે ફેસબુક આપણા હેન્ડસેટથી લઇને આપણા સર્વરને મોકલે છે.
આવો ડેટા સૌથી ખતરનાક તમારા સ્માર્ટફોનમાં સેવ કોન્ટેક્સ હોય શકે છે. કેટલાક યૂજર્સને ખબર નથી કે ફેસબુક તમારા સ્માર્ટફોન કોન્ટેક્ટ્સને સાઇટ પર અપલોડ કરે છે જો તમે પણ તમારા કોન્ટેક્ટ્સને ફેસબુક સાથે શેર કર્યા છે તો તેને કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને હટાવી શકાય છે. કેટલીક વખત ફેસબુક કોલ અને મેસેજ હિસ્ટ્રી પણ ફોલો કરે છે. આ સ્ટેપ્સને ફોલો કરી તમે કોન્ટેક્ટ્સ હટાવી શકો છો.
– તમે તમારા ડેસ્કટોપ પર બ્રાઉઝર ઓપન કરો અને https://www.facebook.com/mobile/facebook/contacts/ પર જાઓ.
– જો તમે લોગ-ઇન નથી કર્યું તો ફેસબુકમાં લોગઇન કરો.
– આ પેજ પર તમે કોન્ટેક્ટ્સ, કોલ્સ, ટેક્સ્ટ હિસ્ટ્રી અને ઇન્વિટેશંસ સેન્ટ જોવા મળશે.
– આ ટેબ્સની નીચે તમને Delete All ઓપ્શન મળી જશ.
– તેની પર ક્લિક કર્યા બાદ તમારે કન્ફર્મ કરવાનું કહેવામાં આવશે. અંહી ‘Delete’ પર ક્લિક કરો.
એક વખત ક્લિક કર્યા બાદ ફેસબુક નોટિફિકેશન બતાવશે કે અપલોડેડ કોન્ટેક્ટ્સ ડિલીટ કરવાની તમારી રિક્વેસ્ટ પ્રોસેસમાં છે અને અમે તમને તે પૂર્ણ થતા જ જણાવીશું. તમારા કોન્ટેક્ટ લિસ્ટના સાઇઝના હિસાબથી તે થોડીક મિનિટનો સમય લઇ શકે છે. ફેસબુકનું કહેવું છે કે તે આ ડેટાનો ઉપયોગ સારા અનુભવ અને રિકમેંડેશન આપવા માટે કરે છે. પરંતુ કોન્ટેક્ટ્સ ડિલીટ કરવા એક સમજદારી ભરેલું પગલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ રીતે Delete કરો ફેસબુક પર અપલોડ કરેલા તમારા સ્માર્ટફોન કોન્ટેક્ટ્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/delete-such-as-uploading-your-smartphone-contacts-on-facebook/
via Best Gujarati News
0 Comments