ટ્રેડ વોરમાં અમને કમજોર સમજશો નહીં, છેલ્લે સુધી લડી લઈશું : ચીન
। બેઈજિંગ ।
ટ્રેડ વોરમાં અમને કમજોર સમજવાની ભૂલ નહીં કરશો કેમકે આ લડાઇ અંત સુધી લડવા અમે સક્ષમ છીએ એવી ચેતવણી ચીને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપી છે. ચીનથી અમેરિકા નિકાસ કરવામાં આવતી ૨૦૦ અબજ ડોલરની પ્રોડક્ટ્સ ઉપર ટ્રમ્પે ટેરીફ લાદી એ સ્થિતિમાં ચીને આ વલણ અપનાવ્યું છે.
ચીને પણ અમેરિકા સામે વળતા પગલા રૂપે ૫૦ અબજ ડોલરની અમેરિકી પ્રોડક્ટસ ઉપર ટેરિફ લાદી છે. અમેરિકાએ ગયા વર્ષે ૫૩૯ અબજ ડોલરના માલસામાનની આયાત ચીનથી કરી હતી જ્યારે અમેરિકાએ માત્ર ૧૨૦ અબજ ડોલરના માલસામાનની નિકાસ ચીનને કરી હતી. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની ધમકીથી છંછેડાઇ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શુઆંગે મંગળવારે જણાવ્યું હતું કે ચીને કહ્યું છે કે ટેરિફ વધારવાથી કોઇ અર્થ નથી. ટ્રેડ વોર શરૂ કરવાથી ખુદને અને અન્યને નુકસાન થાય છે. ચીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન ટ્રેડ વોરની ઇચ્છા ધરાવતું નથી અને તેને ટ્રેડ વોરથી કોઇ ડર નથી. કોઇએ અમારા માથે ટ્રેડ વોરની જબરદસ્તી કરી તો અમે અંત સુધી લડી લઇશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રેડ વોરમાં અમને કમજોર સમજશો નહીં, છેલ્લે સુધી લડી લઈશું : ચીન appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/trade-war-us-weak-down/
via Best Gujarati News
0 Comments