વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમ 22 મેનાં રોજ ઇંગ્લેન્ડ જશે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો હતો. તો આઈપીએલ પહેલા ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા, આયરલેન્ડ, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરીને આવી હતી. આવામાં જોવા મળી રહ્યું છે કે ભારતીય ટીમ સતત રમી રહી છે. બીસીસીઆઈ ખેલાડીઓનો વર્ક લૉડ જાણવા માટે વર્લ્ડ કપમાં એક હાઇટેક ડિવાઇસનો પ્રયોગ કરવા જઇ રહી છે.

વર્ષ 1992માં થર્ડ અમ્પાયર, વર્ષ 2008માં ડીઆએસ અને પછી એલઇડી સ્ટંપ્સની જેમ ન જાણે કેટલો બદલાવ ક્રિકેટમાં આવ્યા. દરેક પ્રકારની મૂવમેન્ટ માટે હાઇટેક પૉલિસી અપનાવવામાં આવી રહી છે, જેનું પરિણામ થોડીક જ સેકેન્ડ્સમાં સામે હોય છે. આવી જ એક હાઇટેક ડિવાઇસને પહેરીને ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં રમવા ઉતરશે, જેનાથી ખેલાડીઓનો વર્ક લૉડ ચેક કરવામાં આવી શકશે. 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ એક હાઇટેક ડિવાઈસ પહેરવાની રહેશે. ટી-શર્ટની અંદર ઇંગ્લેન્ડની કંપની સ્ટેટસ્પોર્ટ્સ દ્વારા બનાવવામાં આવેલી ડિવાઇસને લગાવવાની રહેશે. આનાથી ટીમનાં ખેલાડીઓની ફિટનેસ અને વર્ક લૉડની જાણકારી મળશે.

બીસીસીઆઈ અને સ્ટેટસ્પોર્ટ્સ વચ્ચે આ ડિવાઇસને લઇને ડીલ કરવામાં આવી છે. કંપનીએ ગત વર્ષે ડીસેમ્બરમાં ખેલાડીઓને આનો એક ડેમો પણ બતાવ્યો હતો. ટીમ ઇન્ડિયા પહેલા આ ડિવાઇસનો પ્રયોગ ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમે કર્યો છે. આ નાનકડી ચિપ જીપીએસની માફક શરીરને ટ્રેક કરશે. આ ડિવાઇસ યૂઝર ફ્રેન્ડલીની સાથે સાથે શરીરને લગતી એકદમ ચોક્કસ જાણકારી આપશે. કંપનીનાં મેનેજરે પણ માન્યું કે ભારતીય ક્રિકેટર દુનિયાનાં સૌથી વ્યસ્ત રહેનારા એથલીટ છે. આવામાં તેમના વર્ક લૉડને માપવામાં આ ડિવાઇસ યોગ્ય રહેશે.

આ જીપીએસ સીસ્ટમ ખેલાડીનાં ફિટનેસ લેવલની સાથે સાથે શરીરની અનેક ગતિવિધિઓને ટ્રેક કરશે, જેમાં અંતર, ઝડપ, હાઈ સ્પીડ રનિંગ અને ડાઇનામિક સ્ટ્રેસ લૉડ જેવા તમામ પાસાંઓ સામેલ છે. આ ડિવાઇસ દ્વારા ટીમનાં ફિઝિયો અથવા ટ્રેનરને મદદ મળશે. આની મદદથી ટ્રેનર્સ અને ફિઝિયો જાણી શકશે કે કયા ખેલાડીને આરામની જરૂર છે અને કોણ ઇંજર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ હાઇટેક ડિવાઇસ પહેરીને વર્લ્ડ કપમાં વિરોધી ટીમ સામે રમવા ઉતરશે ભારતીય ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/indian-cricket-team-will-wear-high-tech-device-in-cwc-2019/
via Best Gujarati News

0 Comments