…તો ડીવિલિયર્સ રમશે 2023નો વર્લ્ડ કપ, ધોનીએ કરવું પડશે ફક્ત આ કામ
સાઉથ આફ્રિકાનાં દિગ્ગજ ક્રિકેટર એબી ડીવિલિયર્સે વધુ એક વર્લ્ડ કપ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે તેણે એક મોટી શરત પણ રાખી છે. ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરનાર ડીવિલિયર્સે 30મી મેથી ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઇ રહેલા 2019નાં વર્લ્ડ કપમાં રમવાનો વિચાર સુદ્ધા નથી કર્યો, પરંતુ હવે તેણે 2023નાં વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ડીવિલિયર્સની એક શરત છે કે 2023નાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હોય તો હું રમવા માટે તૈયાર છું.
35 વર્ષીય ડીવિલિયર્સે ઇચ્છા વ્યક્ત કરી છે કે જો 37 વર્ષીય ધોની વર્લ્ડ કપ 2023માં રમે તો હું પણ રમીશ. નોંધનીય છે કે 2023નાં વર્લ્ડ કપમાં ડીવિલિયર્સની વય 39 તથા ધોનીની વય 41 વર્ષની થઇ જશે. કદાચ ધોની ઇંગ્લેન્ડ ખાતેનાં વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે. ડીવિલિયર્સે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન’ પ્રોગ્રામમાં આ ઇચ્છા વ્યક્ત કરી હતી. ડીવિલિયર્સે તેણે શા માટે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તે અંગે પણ ખુલાસો કર્યો હતો.
પોતાની ટીમ માટે ત્રણ વર્લ્ડ કપ રમી ચૂકેલા ડીવિલિયર્સે 2019નાં વર્લ્ડ કપ પહેલાં જ નિવૃત્તિ લઇને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. ડીવિલિયર્સે જણાવ્યું હતું કે, “2023નાં વર્લ્ડ કપમાં હું 39 વર્ષનો થઇ જઇશ. જો એમએસ ધોની આ ગાળામાં ટીમ ઇન્ડિયાનો સભ્ય હશે તો હું પણ વર્લ્ડ કપમાં રમીશ. મેં વર્લ્ડ કપ પહેલાં સંવેદનશીલ સ્થિતિમાં નિવૃત્તિ લીધી હતી. હું સારો દેખાવ કરું કે ના કરું મને છેલ્લા ત્રણ વર્ષથી ટીમમાં સામેલ કરવામાં આવતો હતો. મેં મારા તથા પરિવાર માટે સમય ફાળવવા ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post …તો ડીવિલિયર્સ રમશે 2023નો વર્લ્ડ કપ, ધોનીએ કરવું પડશે ફક્ત આ કામ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ab-de-villiers-saying-if-dhoni-will-play-2023-world-cup-than-he-also-will/
via Best Gujarati News
0 Comments