વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં વિન્ડીઝને પાંચ વિકેટે હરાવી બાંગ્લાદેશ ચેમ્પિયન
। ડબલિન ।
વર્લ્ડ કપ પહેલાં આયરલેન્ડમાં રમાયેલી ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં બાંગ્લાદેશે વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં ડકવર્થ લુઇસ નિયમના આધારે વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. વરસાદના કારણે મેચ ૨૪-૨૪ ઓવરની કરવામાં આવી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં આવેલી વિન્ડીઝ ટીમે એક વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. ત્યારબાદ ડકવર્થ લુઇસ નિયમ મુજબ બાંગ્લાદેશને ૨૪ ઓવરમાં ૨૧૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેણે ૨૨.૫ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. સાઇ હોપને પ્લેયર ઓફ ધ સિરીઝ તથા મોસાદીક હુસૈનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વિજય માટે મળેલા ૨૧૦ રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશ માટે તમિમ અને સૌમ્યા સરકારે ૫.૩ ઓવરમાં ૫૯ રનની ભાગીદારી નોંધાવીને વિજયનો પાયો નાખ્યો હતો. સૌમ્યા સરકારે ૬૬ રનની ઇનિંગ્સ રમી હતી.
આ ઉપરાંત મુશફિકુર રહીમે ૩૬ તથા મોસાદિક હુસૈને ૨૪ બોલમાં આક્રમક ૫૨ રનની ઇનિંગ્સ રમીને બાંગ્લાદેશને વિજય અપાવી દીધો હતો. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝે સાઇ હોપ અને સુનીલ અંબરિસએ નોંધાવેલી સદીની ભાગીદારી વડે ૨૪ ઓવરમાં એક વિકેટે ૧૫૨ રન બનાવી લીધા હતા. વરસાદના કારણે મેચને સ્થગિત કરવામાં આવી હતી અને પાછળથી ઓવર્સ ઘટાડીને ૨૪ની કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં વિન્ડીઝને પાંચ વિકેટે હરાવી બાંગ્લાદેશ ચેમ્પિયન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/rain-impressed-final/
via Best Gujarati News
0 Comments