પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડનો સતત પાંચમો શ્રેણી વિજય
। નોટિંગહામ ।
વર્લ્ડ કપ પહેલાં પોતાના ઘરઆંગણે રમાતી વન-ડે શ્રેણીની ચોથી મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ત્રણ વિકેટે હરાવીને શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. શ્રેણીની પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આમ ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે સતત પાંચમો શ્રેણીવિજય હાંસલ કર્યો છે. છેલ્લે ૨૦૦૫માં તેને ૨-૩થી પરાજયનો સામનો કરવો પડયો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને સાત વિકેટે ૩૪૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડે ત્રણ બોલ બાકી રાખીને સાત વિકેટે ૩૪૧ રન બનાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો. બંને ટીમોએ છેલ્લી કુલ છ ઇનિંગ્સમાં ૩૦૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. જેસન રોયને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રેણી જીતવા માટે મેદાને પડેલી ઇંગ્લેન્ડની ટીમ માટે ઓપનર જેસન રોયે જેમ્સ વિન્સ (૪૩) સાથે પ્રથમ વિકેટે ૯૪ રનની ભાગીદારી નોંધાવી હતી. રોયે ૮૯ બોલનો સામનો કરીને ૧૧ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે ૧૧૪ રન બનાવ્યા હતા. આ ઉપરાંત બેન સ્ટોક્સે ૬૪ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. પાકિસ્તાનતરફથી ઇમદ વસીમ તથા મોહમ્મદ હુસનૈને ૨-૨ વિકેટ ખેરવી હતી. અગાઉ પાકિસ્તાન માટે બાબર આઝમે ૧૧૨ બોલમાં ૧૩ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૧૧૫ રન નોંધાવીને ટીમ માટે જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે ફખર ઝમાન (૫૭) સાથે પ્રથમ વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત સિનિયર બેટ્સમેન મોહમ્મદ હફીઝે ૫૯ તથા શોએબ મલિકે હિટવિકેટ થતા પહેલાં ૪૧ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે કરને ૭૫ રનમાં ચાર તથા વૂડે બે વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડનો સતત પાંચમો શ્રેણી વિજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/pakistan-against-england/
via Best Gujarati News
0 Comments