૨૪ કલાકમાં સોળ હજાર કિલો સ્ટેશનરી એકઠી કરાઈ
ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા
આપણે શાળામાં જઈએ ત્યારે કેટકેટલી વસ્તુઓની જરૂર પડતી હોય છે, જેવી કે પેન, પેન્સિલ, રબર, પેન્સિલ શાર્પનર (સંચો), નોટબુક… આવી બીજી અનેક વસ્તુઓની ભણતર દરમિયાન જરૂરિયાત રહે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે બધા લોકો માટે આ બધી જ સામગ્રી ખરીદવાનું શક્ય નથી હોતું. આવામાં, જરૂરિયાતમંદ લોકોને આવી સામગ્રી પૂરી પાડવા માટે સાધન-સંપન્ન લોકો પાસેથી એ સામગ્રી દાનરૂપે મેળવવાનો એક પ્રયાસ માનવ ઉત્થાન સેવા સમિતિ નામની સંસ્થાએ હાથ ધર્યો અને તેમાં તેને ભારે સફળતા મળી. ૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાતમાં આ સંસ્થાએ ફક્ત ૨૪ કલાકમાં ૧૬,૪૦૪.૫૩ કિલો જેટલી શાળાકીય સાધન-સામગ્રી એકઠી કરી.
આ સંસ્થા સ્ટેશનરીની જેમ તબીબી સામગ્રી અને સ્વચ્છ પાણીના વિતરણનું કામ પણ કરે છે.
જરૂરિયાતમંદોને વસ્તુઓ પૂરી પાડવા માટે આ સંસ્થા વસ્તુ ખરીદતી નથી. પહેલાં તો સાધનસંપન્ન લોકો પાસેથી વસ્તુઓ મેળવવામાં આવે છે અને પછી તેનું જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે છે. એક હાથ લે, એક હાથ દે, એવી આ નીતિ છે. સરવાળે સંસ્થાનું કામ જરૂર અને પૂરવઠા વચ્ચે સેતુ બનવાનું છે.
અનેક શાળાઓમાં જરૂરી એવી સામગ્રીઓ મોંઘી બની રહી છે અને સૌને પોસાઈ નથી રહી એ જોતાં જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી પૂરી પાડવા માટે સંસ્થાએ આ અભિયાન આદર્યું. તેમણે પહેલાં તો શાળામાં વપરાતી વસ્તુઓ દાન મેળવવા માટે આહવાન આપ્યું, જેને જોરદાર પ્રતિસાદ સાંપડયો અને ૨૪ કલાકમાં ૧૬,૪૦૪.૫૩ કિલોગ્રામ જેટલી શાળાકીય સામગ્રી એકઠી થઈ શકી. એમાં બાળકોને રોજબરોજ ઉપયોગી એવી વસ્તુઓ જેવી કે, પેન્સિલ, પેન, રબર અને સંચાનું વજન જ ૨૭૨૨ કિલોગ્રામ જેટલું હતું. આ વજન બિગ બેન (લંડનના એલિઝાબેથ ટાવરનો ધ ગ્રેટ બેલ)ના વજનથી પણ વધુ છે. આ તમામ વસ્તુઓનું ભારતની ૨૭ જુદી જુદી શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી કાર્યની સાથે સાથે એક નવતર સિદ્ધિ પણ સંકળાઈ ગઈ. જેનું ધ્યાન પછીથી આવ્યું! ૨૪ કલાકમાં સોળ હજાર કિલો સ્ટેશનરીનું દાન મેળવવાના આ કાર્યની પ્રચંડતાનો સ્વીકાર કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં તેની નોંધ લેવાઈ છે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૨૪ કલાકમાં સોળ હજાર કિલો સ્ટેશનરી એકઠી કરાઈ appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/in-24-hour-sixteen-thousand-kilograms/
via Best Gujarati News
0 Comments