નવી દિલ્હી :

સિનિયર ઓફ સ્પિનર હરભજનસિંઘે પ્રસ્તાવ મૂક્યો છે કે મહેન્દ્રસિંહ ધોનીમાં પાવરફુલ શોટ્સ રમવાની કળા હજુ બાકી છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપની શરૂઆતથી જ તેને આક્રમણ કરવા માટે મેદાનમાં ઉતારી દેવો જોઇએ. તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે ધોની હવે આક્રમક રમત રમતા પહેલાં કેટલોક સમય ક્રિઝ પર ગાળે છે પરંતુ તેનો એક સમયનો સાથીદાર હરભજન ધોની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરે તેવું ઇચ્છી રહ્યો છે.

હરભજને જણાવ્યું હતું કે ધોની જ્યારે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરે છે ત્યારે તે હંમેશાં સારું કરે છે. આક્રમક બેટિંગ કરી ત્યારે તેણી ઘણી ઇનિંગ્સ મેચવિનિંગ બની છે. મારા મતે ટીમ મેનેજમેન્ટે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ધોની તથા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને તેમની મરજી મુજબ બેટિંગ કરવાની આઝાદી આપવી જોઇએ. હરભજનનું માનવું છે કે ટોચના બેટ્સમેનો શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી તથા લોકેશ રાહુલ મોટી ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે તેથી ધોની આક્રમક રમત રમી શકે છે. ઇનિંગ્સની મધ્યમાં સ્પિન બોલર્સ સામે ધોની રમવામાં મુશ્કેલી અનુભવે છે તેના સંદર્ભમાં હરભજને ભારપૂર્વક ઉમેર્યું હતું કે ધોની કોઇ પણ સ્પિનરના બીજા બોલે સિક્સર ફટકારી દે છે. તેણે કોઇ પણ દબાણમાં આવ્યા વિના આ પ્રકારની બેટિંગ જારી રાખવી જોઇએ. ધોનીની સિક્સર પાવરફુલ હોય છે અને લાંબું અંતર પણ કાપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેનેજમેન્ટે ધોનીને આક્રમક બનવાની આઝાદી આપવી જોઇએ : હરભજન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/management-dhoni-aakram/
via Best Gujarati News

0 Comments