મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

‘મોટા ભાગના લોકોમાં જીત માટેની ઈચ્છાશક્તિ હોય છે, પણ બહુ ઓછા લોકોમાં જીતની તૈયારી કરવાની ઈચ્છાશક્તિ હોય છે.’ આ ઉક્તિનું જ એક ઉદાહરણ એટલે ઈન્ડિયાનાનો ખ્યાતનામ બાસ્કેટબોલ કોચ-બોબ નાઈટ. પણ કહે છે ને કે સફળતાના સો દુશ્મન. એવું જ કંઇક બાસ્કેટબોલના કોચ બોબ નાઈટ સાથે પણ બન્યું. સપ્ટેમ્બર ૨૦૦૦ની સાલમાં સફળતાની ટોચ પરથી જાણે નિષ્ફળતાની ગર્તામાં ધકેલી દેવાનો હોય તે રીતે વિના કારણ તેને બરતરફ કરીને અપમાનિત કરવામાં આવ્યો.

બોબની કોચ તરીકેની રેકોર્ડ-બુક જુઓ તો તેની ટીમમાં હાર કરતાં જીતનું પ્રમાણ ઘણું ઊંચું હતું : ૭૬૩-૨૮૯. ઇન્ડિયાનાની બાસ્કેટબોલ ટીમને ધૂંઆધાર ટીમ બનાવનાર મહાન વ્યક્તિની આ રીતે અણધારી અને અકળ બરતરફી બોબ માટે ત્યારે વધુ પીડાદાયક બની જ્યારે કેમ્પસમાં બોબે બાસ્કેટબોલના એક શીખાઉ વિદ્યાર્થીના ખભા પર હાથ મૂક્યો અને એ વિદ્યાર્થીએ અત્યંત અપમાનજનક રીતે તેના હાથને તરછોડી દીધો.

ભૂતપૂર્વ નોર્થ કેરોલીના કોચ ડીન સ્મિથથી ફક્ત ૧૧૭ જીત પાછળ બોબ એમ થોડું માની જાય કે રીટાયરમેન્ટનો સમય આવી ગયો! કમબેક જરૂરી હતું પોતાની આબરૂ, છબિને યથાવત રાખવા.

બોબે કમબેક કર્યું. પછીની સિઝનમાં ‘ટેક્સાસ ટેક’ ટીમે બોબ સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. આ નવી ભાગીદારી એકદમ અનુકૂળ નીવડવાની હતી. ટેક્સાસ ટેકની ટીમમાં જે ઘટતું હતું એ બધું બોબ પાસે હતું.

બોબ-ધી જનરલ- હવે કમર કસીને મેદાનમાં ઉતર્યો હતો અને તેના કોચિંગના પહેલા જ વર્ષે (૨૦૦૦-૨૦૦૧) ૨૩-૯થી ટીમ આગળ આવી ગઈ. આ સફળતાની યાત્રા દેશમાં ત્યારે રેકોર્ડ બનાવી ગઈ જ્યારે ‘ટેક્સાસ ટેક’ ટીમમાં આવેલ સુધારાએ એકધારી ૧૪ ગેઈમ્સમાં પોતાનું કૌવત દેખાડયું. વધારામાં NCAA ટુર્નામેન્ટ જીતી.

બોબ નાઈટ અને ટેક્સાસ ટેકની યૂતિથી પેેદા થયેલા રોડરોલરે પછીનાં ત્રણ વર્ષોમાં રેકોર્ડ્ઝનો કચ્ચરઘાણ વાળી દીધો. તેમની જીતના આંકડાઓ હતા, ૨૩-૧૧, ૨૩-૧૧ અને ૨૨-૧૧.

જોકે ૨૦૦૫-૨૦૦૬નું વર્ષ થોડું નબળું ગયું અને લોકો બોબની ક્ષમતા પર શરતો લગાડતા થઈ ગયા હતા. ખાસ કરીને બોબ ભૂતપૂર્વ મહાન કોચ ડીન સ્મિથના રેર્કોડર્ઝને પાર કરશે કે નહીં. પણ બોબે એ સન્માન પણ હાંસિલ કરી બતાવ્યું હતું. ૨૦૦૭ જાન્યુઆરીમાં ડીવીઝન I કોચ તરીકે ૮૮૦મી જીત મેળવી. કમ-બેક કરવાની આ યાત્રા પૂરી કરતાં તેની ઉંમર ૪૧ વર્ષની થઈ ગઈ.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગ્રાન્ડ વિક્ટરી સાથે કમબેક કરતો કોચ, બોબ નાઈટ appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/grand-victory-with-a-lot/
via Best Gujarati News

0 Comments