મારી કલ્પના ૪૨૭

વેકેશન પડી ગયું હતું અને હું અને મારો ભાઈ ધ્યેય આખા ઘરમાં ધિંગામસ્તી કરતા રહેતાં હતાં. સાંજે પપ્પા ઓફિસથી ઘરે આવ્યા. બધાં જમવા બેઠાં હતાં અને પપ્પાએ સૌને કહ્યું કે આપણે બે દિવસ પછી મારા મિત્ર જયેશના ફેમલી સાથે ઉદેપુર ફરવા જવાનું છે. હું ને ધ્યેય તો ખુશ ખુશ થઈ ગયા અને ખુશીથી ઉછળવા લાગ્યાં, કારણ કે પહેલાં તો ફરવા જવાનું એ વાતથી જ ખુશ હતાં અને વળી જયેશ અંકલનો દીકરા મન અને દીકરી રીયા સાથે અમારે સારી એવી મિત્રતા પણ હતી. મમ્મીએ તો બીજે દિવસે બધી તૈયારીઓ કરવા લાગી અને સૂકો નાસ્તો બનાવી દીધો, કપડાં પેક કરી દીધાં. અને અમે રમતગમતના સાધનો પણ સાથે લઈ લીધાં. તે દિવસ આવી ગયો અને અમે ગોઠવાઈ ગયા ગાડીમાં. રાજસ્થાનમાં આવેલું રમણીય ઉદેપુર શહેર, કે જે સુંદર પહાડોની વચ્ચે આવેલું છે તેની મુલાકાતે અમે સૌ ઉપડી ગયા. અમદાવાદ શહેરની ભાગદોડથી દુર પહાડોની વચ્ચે અને કુદરતની ખોળે રમવા માટે અમે સૌ ઉદેપુર પહોંચ્યા. પહોંચતાની સાથે જ રિસોર્ટના માણસે અમારુ કંકુતિલક અને ચોખાથી સ્વાગત કર્યું. રિસોર્ટની બારીમાંથી દૃશ્ય તો એવું રમણીય દેખાય કે અમારી નજર જ ત્યાંથી ખસતી નહોતી. આખુંય ઉદેપુર શહેર રિસોર્ટના આગળના ભાગેથી દેખાતું હતું. અમે સુંદર રિસોર્ટમાં વિરામ કર્યો. ત્યારબાદ રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પુલની મજા માણી. રિસોર્ટના બગીચામાં સાંજે અમે હાઉસી, બેડમિન્ટન, બોલબેટ વગેરે રમતો તેમજ ગરબા, ડાન્સ, એક્ટિંગ પણ કર્યા.

ઉદેપુરના લોકનૃત્ય કરતી સ્ત્રીઓ સાથે અમે સુંદર લોકનૃત્ય કર્યું અને ખૂબ ફોટા પડાવ્યા. માથે ૧૦-૧૦ બેડાં લઈને રાજસ્થાની પોશાકમાં નૃત્ય કરતી સ્ત્રીઓ ખૂબ સુંદર લાગતી હતી. ભોજનમાં ૧૫ જાતના અલગ અલગ પક્વાન પીરસે શું ખાવુ શું ન ખાવું! ચાર-પાંચ જાતના જ્યુસ તો સવારના નાસ્તામાં જ આવી જાય. વહેલી સવારે તો આસપાસના પહાડી વિસ્તારોની ઠંડી હવા ઠૂંઠવી દે એવી હોય. ઉદેપુરથી ભગવાન શ્રીનાથજીનું મંદિર નાથદ્વારા અને શામળાજી ખૂબ જ નજીક ત્યાં અમે સવારે જ જીપમાં જઈ આવ્યા. પાછા વળતા રસ્તામાં અંતાક્ષરી તેમજ પત્તાની મજા માણી, ખરેખર, ઉદેપુરની યાદગાર ક્ષણો કાયમ માટે અમારી નજરોમાં કેદ થઈ ગઈ. આમ મારા બધા જ પ્રવાસોમાં સૌથી યાદગાર પ્રવાસ ઉદેપુરનો રહ્યો.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મારું પ્રિય પર્યટન સ્થળ appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/my-dear-tourist-place/
via Best Gujarati News

0 Comments