નકામી પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને નીતનવી વસ્તુ બનાવવાની કેવી મજા આવે, જેમાં પૈસાનો ખાસ ખર્ચ પણ ના થાય અને વેકેશનમાં સમય પણ પસાર થાય. આજે આપણે એવીજ કઈક વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે બનાવીશું પથ્થરનો થર્મોકોલ ડક. આ માટે તમારે જોઈશે એક મધ્યમ કદનું થર્મોકોલ, નાના પથ્થર, પીળો, વાદળી, નારંગી અને લાલ બોટલ કલર, રમકળાની આંખ, કટર, પેન્સિલ. સૌ પ્રથમ એક થર્મોકોલ લો. તેના પર પેન્સિલથી નાનું બતક બનાવો. હવે તેને કટરની મદદથી દોરેલા બતકના આકારને કાપી લો. ત્યારબાદ નાના પથ્થર લો. હવે એક બાઉલમાં પીળો રંગ લો. તેમાં નાના પથ્થર નાખો. પથ્થરને બહાર કાઢીને થોડીવાર સુકવવા દો. એજ રીતે બીજા એક બાઉલમાં વાદળી રંગ લો તેમાં પણ થોડા પથ્થર નાખીને બહાર કાડીને સુકવવા દો. એજ રીતે બીજા થોડા પથ્થરને લાલા અને નારંગી રંગ કરો. હવે બતક આકારમાં કાપેલી થર્મોકોલ સીટ લો. તેના પર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બહારની બાજુ પીળા રંગના પથ્થરને ફેવીકોલની મદદથી ચોંટાડો. એજ રીતે વચ્ચેના ભાગમાં વાદળી રંગના પથ્થર ચોંટાડો અને તેના ગળા પર પણ વાદળી રંગની એક લાઈન બનાવો. હવે લાલ અને નારંગી રંગના પથ્થરને લઈને તેની ચાંચ, કલગી તેમજ ગળાના ભાગ પર ચોંટાડો. ત્યાર બાદ આંખના ભાગે તૈયાર રમકડાની આંખ ચોંટાડો. હવે તૈયાર છે તમારું સરસ મજાનું પથ્થરથી બનેલું થર્મોકોલ ડક, જેને તમે તમારા રૂમમાં લગાવી રૂમની શોભા વધારી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post થર્મોકોલ અને પથ્થરમાંથી બનાવો ડક વોલપીસ  appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/thermocole-and-stone/
via Best Gujarati News

0 Comments