ઉત્તર પ્રદેશના સોનભદ્ર સ્થિત શાહગંજ વિસ્તારમાં આવેલ ગામમાં શનિવારે રાત્રે છાતી પર મોબાઇલ રાખી સૂવાના કારણે બેટરી ફાટવાથી વૃદ્ધનું મોત થયું છે. આ ઘટના બન્યા પછી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટના એવી છે કે રામજતન પટેલ (70) રાત્રે સૂતાં વખતે છાતી પર મોબાઇલ રાખી સુઇ ગયા હતા. કારણ કે સવારે એલાર્મ વાગે અને વહેલા ઊંઘમાંથી ઉઠી જવાય. આમ સમાન્ય લોકો કરતા જ હોય છે.

વહેલી સવારે ધડાકાનો અવાજ સાંભળી કુટુંબના લોકો રામજતન પટેલના રૂમમાં આવી ગયા હતા. અને તેમણે જોયું કે તેમનું શરીર બળી રહ્યું છે. તેમજ તેમની છાતીમાં ઊંડો ખા દેખાયો હતો. મોબાઇલ ફોનની બેટરીમાં વિસ્ફોટ થવાથી તેના અન્ય ભાગો રૂમમાં વિખરાયેલા હતા. પરિવારનું માનવું હતું કે તે મોબાઇલ ખૂબ જૂનો હતો. રામજતન ઘણીવાર ઊંઘતી વખતે મોબાઇલમાં એલાર્મ સેટ કરી પાસે મોબાઇલ રાખી સુતા હતા. પોલીસના વડા ભુવનેશ્વર પાંડેએ આ બાબતે જણાવ્યું છે કે મોબાઇલ અને છાતીની ચામડી વચ્ચે કોઈ કાપડ હતુ નહી. તેમજ મોબાઇલ વિસ્ફોટ દ્વારા જ આ બનાવ બન્યો છે.

ઓળખો બગળેલો મોબાઇલ:

– જો મોબાઇલ ફોન ચાર્જ કરતી વખતે બેટરી ગરમ થઈ રહી હોય તો આ એક સારો સંકેત નથી. આ અવગણના જીવન માટે જીવલેણ હોઈ શકે છે.
– જો બેટરીની બેટરી ફૂલી ગઈ છે, તો તેને તરત જ બદલો અથવા તમારું જીવન જોખમમાં હોઈ શકે છે.
– સ્માર્ટફોનને સ્પર્શ કર્યા પછી, તે હીટિંગ શરૂ કરે છે, પછી સમજો કે મોબાઇલ ફોનમાં કોઈ સમસ્યા છે.

મોબાઇલ સાથે રાખતી વખતે સાવચેતી રાખો:

– ક્યારેય પણ મોબાઈલ ચાર્જિંગમાં રાખી વાત કરશો નહીં.
– નિષ્ણાતો 100 ટકા મોબાઇલ ચાર્જ નહીં કરવાની ભલામણ કરે છે.
– બેસીને વાત કરતી વખતે મોટા ભાગે ઇયર ફોનનો ઉપયોગ કરો.
– રાત્રે ઊંઘતી વખતે મોબાઇલને તમારી પાસેથી દૂર રાખો.
– મોબાઇલને બાળકોથી દૂર રાખો, તેમની સામે ઓછો ઉપયોગ કરો.
– રાત્રે સૂતી વખતે ડેટા પેક બંધ રાખો.
– ઉનાળાના દિવસોમાં મોબાઇલ ઉપયોગમાં સાવચેત રહો.
– જો વાત કરતી વખતે મોબાઈલ ગરમ હોય, તો તરત જ ફોનને ડિસ્કનેક્ટ કરો અને તેને અમુક સમય માટે બંધ રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોબાઇલ પાસે રાખી સુવાથી થઇ શકે છે મોત, વાંચો આ સનસની ફેલાવતી ખબર appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/is-it-dangerous-to-keep-the-phone-in-the-pocket-close-to-the-heart/
via Best Gujarati News

0 Comments