મોટાભાગે 4G LTE સિમ કાર્ડ્સનો ઉપયોગ હાલના સમયે થાય છે. આ કાર્ડ 128/256 કેબી સુધી સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આમાંથી કેટલાક એસએમએસ અને સંપર્કો સંગ્રહિત કરી શકાય છે. હવે ચાઇનાના ટેલિકોમ પ્રોવાઇટર China Unicom એ Ziguang જૂથ સાથે મળીને એક સુપર 5G સિમકાર્ડ લોન્ચ કરશે. જે 1 ટીબી સુધીની સ્ટોરેજ ઓફર કરે છે.

વિવિધ સ્ટોરેજ વિકલ્પ:
વિશ્વના પ્રથમ સુપર 5G સિમકાર્ડમાં વિવિધ સ્ટોરેજ વિકલ્પ ઉપલ્બધ છે. આ સિમ 32GB, 64GB અને 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે આ સિમને જલદી જ 512GB અને 1TB સ્ટોરેજ વિકલ્પ સાથે પણ લોન્ચ કરવામાં આવશે.

એન્ટરપ્રાઇઝ-ગ્રેડ એન્ક્રિપ્શન સિસ્ટમ સાથે સજ્જ:
આ સિમ એન્ટરપ્રાઇઝ-ગ્રેડ એન્ક્રિપ્શન સિસ્ટમથી સજ્જ છે, જેથી વપરાશકર્તાને વધારાની ડેટા સુરક્ષા મળે છે. કંપની પ્રમાણે વીડિયો, સંગીત અને કોઈપણ મોટી ફાઇલોને આ સિમમાં સંગ્રહિત કરી શકાય છે. આ સુપર 5 જી સિમની પ્રાપ્યતા અને ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી નથી. ચાઇનાની કંપની, ચાઇના યુનિકોમ 5 જી નેટવર્ક આ સિમને ઓક્ટોબર 2019 સુધીમાં લોન્ચ કરશે. આ સિમ ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

માત્ર 5G ફોનમાં જ લગાવી શકાશે:
ઉલ્લેખનિય છે કે આ સુપર 5G સિમ બધા હેન્ડસેટ્સમાં લગાવી શકાશે નહી. આ સિમને ચલાવવા માટે સ્માર્ટફોનમાં 5G કનેક્ટિવિટી હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો આ સુપર 5G સિમ ચીનમાં સફળ થશે છે, તો પછી ભારતમાં પણ આ ટેક્નોલોજી લાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ કંપનીએ બનાવ્યું વિશ્વનું પ્રથમ સુપર 5G સિમકાર્ડ, જાણો તેની જોરદાર વિશેષતાઓ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/china-unicom-announces-worlds-first-super-5g-sim-with-128-gb-storage/
via Best Gujarati News

0 Comments