આગામી મહિને એટલે કે જૂનમાં કેટલીક શાનદાર કારો દેશમાં એન્ટ્રી કરશે. જેમાં એસયૂવી, એમપીવીથી લઈ હેચબેક સુધી સામેલ છે. આ કારો દેશમાં એમજી જેવી નવી કંપનીથી લઈ ટોયોટા જેવી જૂની કંપનીઓની છે. તો આવો તમને જણાવીએ આ નવી કારો વિશે….

MG Motors Hector:

એમજી મોટર હેક્ટર એસયૂવી સાથે ભારતીય બજારમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
એમજી હેક્ટર જૂનમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપની સૂત્રો મુજબ શાનદાર લુકવાળી આ એસયૂવીમાં 143hp પાવર વાળુ પેટ્રોલ એન્જિન અને 170hp પાવર વાળુ ડીઝલ એન્જિન મળશે. ઉપરાંત કારમાં માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રોલ એન્જિનનું ઓપ્શન પણ આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે કારના પેટ્રોલ ઓટોમેટિક વેરિયંટની માઇલેજ 13.96 કિમી પ્રતિ લીટર, પેટ્રોલ-મેન્યુએલ વેરિયંટની માઇલેજ 14.16 કિમી પ્રતિ લીટર અને ડીઝલ વેરિયંટની માઇલેજ 17.41 કિમી પ્રતિ લીટર મળશે. તેની કિંમત લગભગ 15-20 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

Toyota Glanza:

રિપોર્ટ મુજબ ટોયોટા ગ્લોંજા 6 જૂને લોન્ચ થઈ શકે છે. આ મારુતિ બલેનોનું ટોયોટા બેઝ વર્જન છે. જે સુઝુકી અને ટોયોટા વચ્ચે થયેલ કરાર હેઠળ પહેલી કાર છે. આ કારની બોડી ડિઝાઇન લગભગ મારુતિ બલેનો જેવી લાગે છે. સૂત્રો મુજબ ગ્લેંજામાં 82 Bhp પાવર વાળુ 1.2 લીટર પેટ્રોલ એન્જિન અને 89Bhp પાવર વાળુ 1.2 લીટર K12C ડ્યૂલ-જેટ માઇલ્ડ-હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન બીએસ 6 એમિશન નોર્મ્સના અનુકૂળ હશે. ગ્લેંજા માત્ર બે વેરિયંટમાં લોન્ચ થશે. તેની કિંમત આશરે 7થી 8 લાખ રૂપિયા વચ્ચે હોવાની સંભાવના છે.

Renault Triber:

રેનો તેની કોમ્પેક્ટ મલ્ટી પરપઝ વ્હીકલ(MPV) Triberથી 19 જૂને પડદો ઉઠાવી શકે છે. આ 7-સીટર કાર કંપનીની લાઇનઅપમાં ક્વિડ હેબચેકના ઉપરની રેંજમાં સ્થાન મેળવશે. કારની કિંમત અંદાજે 5.3થી 8 લાખ રૂપિયા હોઈ શકે છે. સૂત્રો મુજબ ટ્રાઇબરમાં ક્વિડ વાળા 1.0 લીટર, 3-સિલિંડર પેટ્રોલ એન્જિન હશે. ક્વિડની સરખામણીએ ટ્રાઇબરમાં આ એન્જિન 7hp વધુ એટલે કે 75hp પાવર જનરેટ કરશે. ખાસ વાત એ છે કે આની ત્રીજી લાઈન વાળી સીટને જરૂરીયાત પ્રમાણે રિમૂવ કરી શકાશે.

Kia Motors SP2i:

એમજી મોટર સિવાય એક વધુ ઓટો કંપની Kia Motors પણ ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કિઆ મોટર્સ ભારતીય બજારમાં તેની પહેલી એસયૂવી SP2iને 20 જૂને લોન્ચ કરી શકે છે. કિઆ એસપી કોન્સેપ્ટને 2018ના ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે હાલ કંપનીએ તેના સ્કેચ જાહેર કર્યા છે. કારમાં 1.5 લીટરના પેટ્રોલ અને ડીઝલ એન્જિન હશે. ઉપરાંત એસયૂવીમાં 1.4 લીટર ટર્બો-પેટ્રોલ એન્જિનનું ઓપ્શન મળવાની સંભાવના પણ છે. માર્કેટમાં આ એસયૂવીની ટક્કર એમજી હેક્ટર, ટાટા હેરિયર, નિસાન કિક્સ, હ્યુન્ડાઇ ક્રેટા અન રેનો ડસ્ટર જેવી એસયૂવી સાથે થશે. રિપોર્ટ મુજબ કારની કિંમત 10-16 લાખ રૂપિયા વચ્ચે હોવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જૂનમાં આ 4 શાનદાર કારોની થશે ભારતમાં જબરદસ્ત એન્ટ્રી, જાણો વિગત appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/four-upcoming-news-car-will-launch-in-india-market/
via Best Gujarati News

0 Comments