એક્ટર ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર સતત અપડેટ કરતા રહે છે. હાલ ઋષિ કપૂરે BJP સરકાર પરત આવતા નવી સરકાર માટે શુભેચ્છાઓ પાઠવી છે. નવી સરકારથી નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ પર ધ્યાન દેવાની સલાહ આપી છે. ઋષિ કપૂર હાલ ન્યુયોર્કમાં તેની સારવાર કરાવી રહ્યા છે. ઋષિએ લોકસભા ચૂંટણીમાં BJPની જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઇરાની અને અરૂણ જેટલીને કેટલીક વાતો તરફ ધ્યાન દોરીને સલાહ આપી છે કે આ મુદ્દાઓ પર ખાસ કામ કરે. 

ઋષિએ લખ્યુ છે કે ફરી એક વાર સત્તા પર આવનાર BJP, અરૂણ જેટલી, સ્મૃતિ ઇરાની અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને ભારતમાં નિશુલ્ક શિક્ષા અને સ્વાસ્થ્ય તેમજ પેન્શન માટે કામ કરો. આ મુશ્કેલ છે, પણ જો તમે ઇચ્છો તો આ કરી શકો છો. આ કામ તમે સત્તા પર છો ત્યારે અને મને વિશ્વાસ છે કે તમે જનતા માટે કરશો. આ કામ તમે આજથી જ શરૂ કરી દેશો તો તમને આમા સફળતા જરૂરથી મળી જશે.

ઋષિએ તેના બીજા ટ્વીટમાં કહ્યુ છે કે શિક્ષા મેળવેલ સ્નાતક યુવાનોને રોજગારીની સારી તકો આપો, બીમાર લોકોને યોગ્ય સારવાર મળે તો નવી જિંદગી મળી શકે તેમ છે. આનાથી લોકતંત્ર મજબુત થશે. ઋષિએ એ પણ કહ્યુ કે જો મે વધારે બોલી દીધુ હોય તો મને માફ કરજો. પણ નાગરિક તરીકે મારી ફરજ છે આ બાબતોને તમારી સામે લાવુ.

આપને જણાવી દઈએ કે ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. ઋષિ કપૂરની પત્ની નીતુ સિંહ સતત તેની સાથે જ છે. તેની ખબર અંતર પુછવા બોલીવુડના સિતારાઓ અવાર નવાર ત્યાં પહોંચે છે. દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી,નીતા અંબાણી પણ ઋષિ કપૂરને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઋષિ કપૂરે PM મોદી, સ્મૃતિ ઇરાનીને આ મુદ્દાઓ પર ખાસ કામ કરવાની આપી સલાહ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/rishi-kapoor-pleads-to-pm-narendra-modi-and-bjp-leaders-for-three-things/
via Best Gujarati News