આ એક્ટરે ક્રિકેટરને જીવતો જ મારી નાંખ્યો, શ્રદ્ધાંજલિ પણ આપી દીધી
સોશિયલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વનડે ક્રિકેટમાં વિસ્ફોટક બલ્લેબાજ સનથ જયસૂર્યાના નિધનની નકલી ખબરો આગની જેમ ફેલાઈ હતી. આ તમામ વચ્ચે બોલીવુડ એક્ટર અરશદ વારસીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ક્રિકેટરના નિધનના સમાચારને શેર કરી દીધા. આ ન્યુઝને શેર કરી વારસીએ તો સનથ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
This news is so shocking & sad…https://t.co/NvinJ227k2
— Arshad Warsi (@ArshadWarsi) May 27, 2019
અરશદે લખ્યુ કે આ ખુબજ શોકિંગ અને દુખદ સમાચાર છે. આશ્ચર્યની વાત છે કે અરશદની સાથે સાથે તમામ પ્રશંસકો પણ આ સમાચારને લઈને પૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે કેટલાક લોકો એ અરશદને કહ્યુ કે ભાઈ સાચવીને આ ક્રિકેટર હજુ જીવિત છે. જયસૂર્યાને શ્રદ્ધાંજલિ આપવાના કારણે અરશદને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
એક યૂઝરે લખ્યુ કે આ ખોટા સમાચાર છે સર. એક યૂઝરે ગુસ્સાવાળી ઈમોજી સાથે કમેન્ટ કરી હતી. પહેલા કન્ફર્મ કરી ત્યારબાદ પોસ્ટ કરો. એક યૂઝરે લખ્યુ કે ભાઈ મારા પહેલા સમાચારની ખરાઈ તો કરી લો. આ સમાચાર પહેલા જ જાહેર થઈ ચુક્યુ છે કે આ ખોટી માહિતી છે.
વાસ્તવમાં કેનાડામાં એક કાર અકસ્માતમાં શ્રી લંકાના ક્રિકેટર જયસૂર્યાના નિધનના સમાચાર ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા હતા. જો કે પાછળથી ખુદ જયસૂર્યાએ આ તમામ વાતોને અફવા ગણાવી હતી. જયસૂર્યાએ કહ્યુ કે હું એકદમ સાજો નરવો છું.
Please disregard fake news by malicious websites regarding my health and well being.
I am in Srilanka and have not visited Canada recently.Please avoid sharing fake news.— Sanath Jayasuriya (@Sanath07) May 21, 2019
એક બીજા યૂઝરે લખ્યુ કે આ ખુબજ ચિંતાની વાત છે કે એક સેલિબ્રટી થઈને તમે ચેક કર્યા વીનાજ સોશિયલ મીડિયા પર કોઈ સમાચાર શેર કરી દો. પહેલા વાંચો અને પછી ટ્વીટ કરો કે સમાચાર ખરા છે કે ખોટા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ એક્ટરે ક્રિકેટરને જીવતો જ મારી નાંખ્યો, શ્રદ્ધાંજલિ પણ આપી દીધી appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/arshad-warsi-tweets-fake-news-of-sanath-jayasuriya-death-news-this-is-how-people-reacting/
via Best Gujarati News
0 Comments