અજય દેવગનના પિતા વીરૂ દેવગનનું નિધન, બોલીવુડના ટોપ સ્ટંટમેન તરીકે ઓળખાતા
બોલીવુડના સુપરસ્ટાર અને એક્શન હિરોમાં અવ્વલ અજય દેવગનના પિતા વીરૂ દેવગનનું નિધન થયુ છે. વીરૂ દેવગનના નિધનના સમાચાર બોલીવુડમાં સદમા સમાન છે. વીરૂ દેવગન બોલીવુડના જાણીતી સ્ટંટ નિર્દેશક હતા. નિધનના સમાચાર આવતાની સાથે જ બોલીવુડના તમામ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર સંવેદના જગાવી રહ્યા છે.
Veeru Devgan passed away this morning [27 May 2019]… Father of Ajay Devgn… Veeru ji was an accomplished action director… Also directed #HindustanKiKasam, starring son Ajay with Amitabh Bachchan… Funeral will be held today at 6 pm… Heartfelt condolences to Devgn family.
— taran adarsh (@taran_adarsh) May 27, 2019
વીરૂ દેવગને કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ અને પ્રોડ્યુસર તરીકે કામ કર્યુ હતુ. પોતાની કેરિયરની 3 ડઝન ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યુ હતુ.વીરૂ દેવગનનો બીજો પુત્ર અને અજય દેવગનનો ભાઈ અનિલ દેવગન ફિલ્મોમાં ડિરેક્ટર છે.
અમૃતસરમાં જન્મેલા વીરૂ દેવગન છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. વીરૂ દેવગને 80થી વધુ હિન્દી ફિલ્મોમાં સ્ટંટ દૃશ્યો અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યુ હતુ. તેમની ફિલ્મો ફુલ ઓર કાંટે, લાલ બાદશાહ, મી. ઈન્ડિયા, હિમ્મતવાલા, હિન્દુસ્તાન કી કસમનો સમાવેશ થાય છે. હાલ બોલીવુડ તેમના નિધનથી શોકમાં છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અજય દેવગનના પિતા વીરૂ દેવગનનું નિધન, બોલીવુડના ટોપ સ્ટંટમેન તરીકે ઓળખાતા appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/action-master-and-ajay-devgns-dad-veeru-devgan-passes-away/
via Best Gujarati News
0 Comments