રણવીર સિંહ હવે પછી જોવા મળશે ‘ગુજ્જુ’ અવતારમાં, બનશે ‘જયેશભાઇ જોરદાર’
રણવીર સિંહ હાલ કબીર ખાનની ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પહેલા રણવીરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. રણવીર ટૂંક સમયમાં ફિલ્મ જયેશભાઈ જોરદારમાં ગુજરાતી રોલ નિભાવશે. આ ફિલ્મ પારિવારિક કોમેડી હશે. આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ કરી રહી છે.
#BreakingNews: Ranveer Singh and Yash Raj Films reunite for #JayeshbhaiJordaar… An entertainer that will see Ranveer play a #Gujarati man… Produced by Maneesh Sharma… Written-directed by debutant Divyang Thakkar… This will be Ranveer’s next release after #83TheFilm.
— taran adarsh (@taran_adarsh) May 27, 2019
આ ફિલ્મની ખાસ વાત એ છે કે રણવીર સિંહની આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરવાનો છે. દિવ્યાંગને ફિલ્મ ‘કેવી રીતે જઇશ’ અને ‘બે યાર’ જેવી સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મમાં લિડ રોલમાં જોઇ ચુક્યા છો. એક્ટર દિવ્યાંગ હવે સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટર બનવા જઇ રહ્યો છે. તેણે ‘જયેશભાઇ જોરદાર’ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને હવે આ ફિલ્મ તે ડિરેક્ટ કરવાનો છે. આથી આ ફિલ્મ ખુબજ આકર્ષણનું કારણ બની છે.
ગુજરાતી રોલ માટે ખુબજ ઉત્સાહિત છે રણવીર
રણવીર સિંહે ફિલ્મની ઘોષણા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી છે. તેમણે એક ફોટો શેર કરતાં લખ્યુ છે કે આ એક ચમત્કારિક કહાની છે. પોતાની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારની ઘોષણા કરતા કહ્યુ કે હું ખુબજ ઉત્સાહિત છુ.
Where in the world did this kid come from?!?!? #DivyangThakkar is straight up JORDAAR !!!
❤
@yrf #JayeshbhaiJordaar pic.twitter.com/VIUszwSAbX
— Ranveer Singh (@RanveerOfficial) May 27, 2019
રણવીરે પહેલાં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને પોસ્ટર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ એક જાદુઇ સ્ક્રિપ્ટ છે.. હું મારી આવનારી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ની જાહેરાત કરવામાટે ખુબજ ઉત્સાહિત છું. @yrf #JayeshbhaiJordaar
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રણવીર સિંહ હવે પછી જોવા મળશે ‘ગુજ્જુ’ અવતારમાં, બનશે ‘જયેશભાઇ જોરદાર’ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/ranveen-singh-will-play-hardcore-gujrati-role-in-jayeshbhai-jordar/
via Best Gujarati News

❤
0 Comments