લૌકિક-અલૌકિક :- સલિલ પટેલ

જોધપુર સીટીમાં એક કિલ્લો છે જે બહુ જ જૂનો અને ખંડેર હાલતમાં છે અને ઘણા વખતથી ખાલી હાલતમાં છે. રિક્શાવાળા, પાથરણાવાળાં, હાથલારીવાળા તેમાં રહેવા લાગ્યા હતા. કિલ્લો બે માળનો હતો. નીચેના માળ ઉપર બધાં રહેતા હતા અને ઉપરનો માળ ખાલી હતો ત્યાં જે લોકો રહેતા હતા તેઓ એવું માનતા હતા કે ઉપરનો ફ્લોર ભૂતિયો છે.

કિલ્લામાં વિશાળ બગીચો છે અને બહુ બધાં ફૂવારાં પણ છે ભરબપોરે અને મધ્યરાત્રિના સમયે ઘણા બધાં સૈનિકો ચાલી રહ્યા છે એવું લાગતું. આથી જ ઉપરના માળ ઉપર રહેવા જવાની કોઈની હિંમત ચાલતી નહીં.

આ વાત છેવટે વિશ્વવિદ્યાલયના બે પ્રોફેસર રાકેશ સિંહ અને મહેશ શર્માની સામે આવી. બંને જણાએ નક્કી કરી લીધું કે તેઓ પેલા કિલ્લામાં જશે અને જે બધી વાતો ચાલે છે તેને ખોટી સાબિત કરશે.

સવારના પહોરમાં જ તેઓ કિલ્લામાં પહોંચી ગયા. ત્યાંના લોકોને બંને પ્રોફેસરે કહ્યું કે, અમે લોકો ભૂત-પ્રેત ઉપર રિસર્ચ કરવા માટે આવ્યા છીએ, અમે અહીંયા ત્રણ દિવસ માટે રહીશું.

લોકોએ તેમને કહ્યું કે તમે અહીંયા નીચેના માળ ઉપર રહો. પછી તે લોકોએ  ત્યાં બનતી બધી જ ઘટનાઓની જાણકારી આપી.

પ્રોફેસરે તેમને કહ્યું કે, અમે લોકો રાતના સમયે તો ઉપર જ સૂઈ જઈશું. તેમણે બધાના વિરોધ છતાં રાત્રે ઉપર જ સૂવાની વ્યવસ્થા કરાવી લીધી.

ધીમે-ધીમે સાંજ પડવા લાગી અને રાત થઈ ગઈ. રાત્રે જમ્યા પછી તે બંને ઉપર જઈને સૂવાની વાત કરવા લાગ્યા. મજૂરોએ તેમને કહ્યું કે, ‘સાહેબ તમે તમારી સાથે અમારો આ કૂતરો લઈ જાઓ અને જો કોઈ સમસ્યા આવે તો તમે તરત જ પાછા આવી જશો.’

પ્રોફેસરો તેમની વાત માની લીધી તેમના માટે બે ખાટલાં પાથરી રાખ્યા હતા. તેમણે કૂતરાને ખાટલાના પાયાની જોડે બાંધી દીધો. ધીમે ધીમે તેમને ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગયા. થોડોક જ સમય થયો હશે અને અચાનક બહુ જ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. પવનના કારણે બારી એકબીજા જોડે અથડાવવા લાગી અને તેમની સાથેનો કૂતરો જોર જોરથી ભસવાં લાગ્યો.

આ સાંભળીને પ્રોફેસરની આંખ ખૂલી ગઈ. જ્યારે તેમની ઊંઘ ઊડી તો તેને એવું લાગ્યું કે કોઈક ખાટલામાં ઊભા થઈ ગયા પરંતુ ખાટલાં ઉપર અને રૂમમાં બીજું કોઈ ના દેખાયું.

ત્યાં પેલા બીજા પ્રોફેસર તો હજુ ગાઢ નિંદ્રામાં જ હતા પરંતુ પેલો કૂતરો જોર જોરથી ભસતો જ હતો. ત્યાં જ પ્રો.મહેશને કોઈકનો બૂટ પહેરીને ચાલવાનાં અવાજ આવ્યો. તેમણે બેટરી ચાલુ કરી અને પલંગ પરથી ઊભા થયા. તે સીડી તરફ જવા લાગ્યા. ધાબા ઉપર કોઈ જ ન હતું. પરંતુ તેમ છતાં પણ બૂટ પહેરીને કોઈકનો ચાલવાનો અવાજ જરૂર આવતો હતો ત્યાં અચાનક જે તેમને કોઈકે જોરથી ધક્કો માર્યો અને તેઓ સીડી ઉપરથી નીચે ગબડવા લાગ્યા. તેમને ઘણી બધી ઈજા થઈ અને તેઓ બેભાન થઈ ગયા.

પ્રો.રાકેશસિંહ તે વખતે એક સ્વપ્ન જોઈ રહ્યા હતા. કે કોઈક તેમને તલવારથી મારવા માંગે છે, ત્યાં જ તેમની ઊંઘ ઊડી ગઈ. જ્યારે તેમની ઊંઘ ઊડી તો તેમણે જોયું કે સામેના પલંગ ઉપર મહેશ નથી અને તેમની સાથે પેલો કૂતરો હતો તે પણ મરી ગયો હતો. અચાનક તેમને બહુ જ જોરથી ભાલો પટકવાનો અવાજ સાંભળ્યો અને રૂમની બધી જ બારીઓના કાચ એકબીજાની જોડે અથડાઈને ફૂટી ગયા. આ જોઈને પ્રોફેસર બહુ જ ડરી ગયા. ત્યાં જ બૂટ પહેરીને કોઈક માણસ ચાલતું હોય તેવો અવાજ આવવા લાગ્યો. પ્રોફેસર જોર જોરથી મહેશના નામની બૂમો પાડવા લાગ્યા. પરંતુ મહેશે કોઈ જ જવાબ ના આપ્યો. રાકેશસિંહ એકદમ ઊભા થઈ ગયા. તેમણે બેગમાંથી સાથે લાવેલી રીવોલ્વર કાઢીને તેને લોડ કરી લીધી. પેલો માણસ દરવાજાની બરોબર વચ્ચે આવી ગયો તેને જોઈને રાકેશસિંહની આંખો પહોળી થઈ ગઈ. પેલો માણસ દેખાવમાં અડધો માણસ અને અડધો જાનવર જેવો લાગતો હતો. તેના શરીરનો નીચેનો ભાગ માણસ જેવો અને ઉપરનો ભાગ સિંહ જેવો હતો તેના શરીરની આરપાર બધું જ દેખાતું હતું.

રાકેશ સિંહ તેને પોતાની તરફ આવતો જોઈને ડરી ગયા અને તેમણે રિવોલ્વરમાંથી ત્રણ ગોળીઓ છોડી

ત્યાં જ પેલો વિચિત્ર દેખાતો માણસ તેની પાસે આવ્યો અને તેને ઉઠાવીને બારીની બહાર ફેંકી દીધો. ગોળીનો અવાજ સાંભળીને નીચે રહેતા મજૂરો જાગી ગયા અને તેઓ ઉપરની તરફ ગયા.

પહેલા માળ ઉપર જ પ્રોફેસર મહેશ હતા. તેઓ ઉપરના માળે ગયા પરંતુ ત્યાં પેલા પ્રોફેસર રાકેશસિંહ ન હતી અને તેમનો કૂતરો પણ મરી ગયો હતો પરંતુ ખાસ વાત એ હતી કે તેમનો રૂમ પહેલાની જેમ જ સામાન્ય હતો. કયાંય કશું તૂટેલુ ફૂટેલું ન હતું. થોડીક શોધખોળ બાદ તેમને પ્રોફેસર રાકેશસિંહ પણ મળી ગયા.

તે બંનેને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા. પ્રોફેસર રાકેશસિંહ ત્રણ દિવસ કોમામાં રહ્યા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમણે આ આખી ઘટનાની વાત બધાને જણાવી.

salil1611@yahoo.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તે અડધો માણસ અને અડધો જાનવર જેવો હતો appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/those-half-man-and-half-beasts/
via Best Gujarati News

0 Comments