રિલાયન્સ રિટેલ ઓનલાઇન રિટેલ ક્ષેત્રની જાયન્ટ્સ કંપનીઓ એમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટને જોરદાર ટક્કર આપવા તૈયાર છે. વૈશ્વિક બજાર પર સંશોધન કરનાર કંપની ફોરેસ્ટરે પોતાની કંપની ફોરેસ્ટરે પોતાની રિપોર્ટમાં કહ્યું કે અત્યારે 6,600 શહેરોમાં 10,415 સ્ટોરનું સંચાલન કરનાર રિલાયન્સ રિટેલ દેશના ઓનલાઇન માર્કેટ પર છવાઇ જવા માટે તૈયાર છે.

ફોરેસ્ટર રિસર્ચના સીનિયર ફોરકાસ્ટ એનાલિસ્ટ સતીશ મીણાએ જણાવ્યું છે કે ‘અમેઝોન અને ફ્લિપકાર્ટને જે વસ્તુ તકલીફ કરશે, તેમાંથી એક છે ભારે ડિસ્કાઉન્ટ પર વેપાર કરવાનો રિલાયન્સનો ઇતિહાસ. ફોરેસ્ટર રિસર્ચના પ્રમાણે દેશના ઓનલાઇન રિટેલ સેક્ટર 2023 સુધી 25.8 ટકાની વાર્ષિક દરથી વધતા જતાં 85 અરબ ડોલર (લગભગ 60 ખરબ રૂપિયા)નો થઇ જશે.

રિલાયન્સે વર્ષ 2003માં મોનસૂન હંગામા ટેરિફ પ્લાનની સાથે ટેલિકોમ સેક્ટરમાં પગ મુક્યો હતો. જેમાં વોઇસ કોલ માટે ત્યારે 2 રૂપિયા પ્રતિ મિનિટના દરથી ઘટીને ફક્ત 40 પૈસા પ્રતિ મિનિટના દર પર આવી ગયો હતો. ત્યારબાદ 2016માં જિયો 4જીની લોન્ચિંગથી ઇન્ટરનેટ પેકના દર 250 રૂપિયા પ્રતિ જીબીથી ઘટીને 50 રૂપિયા પ્રતિ જીબી પર આવી ગયા હતા.

ફોરેસ્ટર રિસર્ચના સીનિયર ફોરકાસ્ટ એનાલિસ્ટ સતીશ મીણાએ જણાવ્યું હતુ કે આ પ્રકારે ડિસ્કાઉન્ટ ઓફર્સ કોઇપણ બજારમાં ખળભળાટ મચાવી શકે છે અને આપણે રિલાયન્સની લોન્ચિંગ વખતે ગ્રોસરીમાં આ પ્રકારની છૂટની જાહેરાતની આશા છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ખૂબ ઝડપથી દુનિયાની સૌથી મોટી ઓનલાઇન-ટુ-ઓફલાઇન ન્યૂ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એમેઝોન, વોલમાર્ટ-ફ્લિપકાર્ટનો ધંધો થશે બંધ, રિલાયન્સે કરી આ રીતની તૈયારી appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/reliance-retail-is-going-to-disrupt-amazon-walmart-flipkart-says-forrester-reaserch/
via Best Gujarati News

0 Comments