। મુંબઈ ।

સામાન્ય ચૂંટણીની મતગણતરીના એક દિવસ પૂર્વે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસીની આગેવાનીએ ફાઇનાન્શિયલ કંપનીઓ શેરબજારને આગળ વધારવામાં સહાયરૂપ થઈ હતી. આઈટી અને એફએમસીજી કંપનીઓના શેર્સમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું.

દિવસના કામકાજના અંતે સેન્સેકેસ ૧૪૦.૪૧ પોઇન્ટ વધી ૩૯,૧૧૦.૨૧ અને નિફ્ટી ૨૮.૮૦ પોઇન્ટ વધી૧૧,૭૩૭.૯૦ ઉપર બંધ થયા હતા.

નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેન્ક, બીપીસીએલ, સન ફાર્મા, બજાજ ઓટો અને હીરો મોટો કોર્પ વધ્યા હતા જ્યારે ટેક મહિન્દ્રા, આઈટીસી, યસ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ અને ઝી એન્ટરટેઇનમેન્ટ ઘટયા હતા.

ઇન્ડસઇન્ડ બેન્કનો ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૬૨.૨ ટકા ઘટીને રૂ.૩૬૦ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૯૫૩.૧ કરોડ હતો. લાર્સનનો શેર એક તબક્કે ૧.૭ ટકા વધી રૂ.૧,૪૭૩ ઉપર પહોંચ્યો હતો. બજાજ ઇલેક્ટ્રિકલ્સનો ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ત્રણ ગણો વધી રૂ.૨૮.૫ કરોડ થયો હતો.

સિપ્લાનો ચોખ્ખો નફો રૂ.૧૦૫.૬ ટકા વધી રૂ.૩૬૭.૨ કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.૧૭૮.૬ કરોડ હતો. કંપનીની આવક ૧૯.૧ ટકા વધી રૂ.૪,૪૦૪ કરોડ થઈ હતી. મોઈલનો માર્ચના ત્રિમાસિક ગાળામાં નફો ૫.૭ ટકા વધી રૂ.૧૩૫ કરોડ થયો હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૧૨૮ કરોડ હતો.

કેપ્લિન પોઇન્ટનો ચોખ્ખો નફો ૪૦.૭ ટકા વધી રૂ.૪૯.૮ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૩૫.૪ કરોડ હતો. જેટ એરવેઝનો શેર ઇન્ટ્રા ડેમાં ૭ ટકા વધ્યો હતો.

માર્ચના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ.૨,૭૧૩.૧૪ કરોડની ચોખ્ખી ખોટ કરી હોવાના અહેવાલે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર એક તબક્કે ૧૦ ટકા ઘટયો હતો. કંપનીને રેલ વિકાસ નિગમ તરફથી રૂ.૬૬૫ કરોડનો ઓર્ડર મળ્યો હતો.

માર્ચનો નફો ૭.૪ ટકા ઘટતા ટેક મહિન્દ્રાનો શેર ૩ ટકા ઘટયો હતો. નવી ડિપોઝિટ સ્વીકારવાના ઇનકાર અને પાકતી મુદત પૂર્વે ડિપોઝિટની રકમ અટકાવવાના અહેવાલે ડીએચએફએલનો શેર એક તબક્કે ૯ ટકા ઘટયો હતો. ઇકરાએ રેટિંગ ઘટાડતા આઈડીએફસી ફર્સ્ટ બેન્કનો શેર ઘટયો હતો.

માર્ચમાં કંપનીનું સારું પરિણામ હોવા છતાં ત્રિવેણી એન્જિનિયરિંગનો શેર એક તબક્કે ૩ ટકા ઘટયો હતો. આંધ્ર શુગરનો શેર ઇન્ટ્રા ડેમાં ૨.૫ ટકા વધ્યો હતો. કોચીન શિપયાર્ડનો માર્ચનો નફો વધીને રૂ.૧૩૦ કરોડ થયો હતો. ડીએલએફનો શેર એક તબક્કે ૫.૭ ટકા વધી રૂ.૧૮૧.૨૦ થયો હતો જે ૨૨ એપ્રિલ બાદ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

ઇન્ફોસિસે ગયા વર્ષે કંપનીઓ હસ્તગત કરવા પાછળ રૂ.૧,૧૬૫ કરોડની રકમ ખર્ચી હતી. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને અલ્હાબાદ બેન્ક સાથે જોડાણની પીએનબીની દરખાસ્ત ઉપર સરકારી અધિકારીઓ વિચારી રહ્યા છે.

ધનુકા એગ્રિટેક દ્વારા શેર દીઠ રૂ.૫૫૦ના ભાવે ૧૫ લાખ શેર્સ બાયબેક કરવામાં આવશે. કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં રૂ.૫૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો 

અમેરિકી ક્રૂડ તેલના જથ્થામાં વધારો થતા અને સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલનો પુરવઠો જાળવી રાખવાની બાંયધરી આપતા ક્રૂડતેલના ભાવ બુધવારે ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૩૮ સેન્ટ ઘટી ૭૧.૮૦ ડોલર અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ જુલાઈનો વાયદો એક બેરલે ૫૮ સેન્ટ ઘટી ૬૨.૫૫ ડોલર મુકાયો હતો. અમેરિકાનો ક્રૂડ તેલનો જથ્થો ગયા સપ્તાહે ૨૪ લાખ બેરલ વધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મતગણતરી અગાઉ શેરબજાર મજબૂતાઇ સાથે બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/before-the-counting-before-the-stock-market/
via Best Gujarati News

0 Comments