। મુંબઈ ।

સિક્યોરિટીઝ એન્ડ એપેલેટ ટ્રિબ્યૂનલે (SAT) બુધવારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઈ)ને રૂ.૬૨૫ કરોડની રકમ બે સપ્તાહમાં સેબીને ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો. સેબીના કો લોકેશન આદેશને એનએસઈ દ્વારા પડકારવામાં ઔઆવ્યો હતો.

સેબીનો આદેશ આપખુદ અને ટકી શકે એવો નથી એવું જણાવી એનએસઈ દ્વારા આંશિક અને સંપૂર્ણ રાહત માટે સેટમાં અરજી કરવામાં આવી હતી.

આદેશથી એનએસઈની પ્રતિષ્ઠાને અને નાણાકીય રીતે ગંભીર નુકસાન પહોંચશે એવી દલીલ આગળ ધરીને અને પરત કરવાની રકમ ઉપર વધારાનું કોઈ વ્યાજ નહીં લેવાની માગણી કરીને એનએસઈએ સંપૂર્ણ રાહત માટેની અરજી ઉપર સુનાવણી થાય નહીં ત્યાં સુધી સેબીના આદેશ ઉપર મનાઇહુકમ ઇછયો હતો.

આખરી આદેશ આપવામાં આવ્યો હોવાથી એસ્ક્રો એકાઉન્ટમાં રહેલી રૂ.૨,૩૪૪ કરોડની રકમ છૂટી કરવી જોઈએ એવી અરજ પણ એનએસઈએ અલગ રીતે કરી હતી.

એનએસઈના વકીલે જીછ્માં દલીલ કરતા જણાવ્યું હતું કે આગામી છ મહિના સુધી ભંડોળ ઊભું કરવાની અથવા તો પબ્લિક ઓફરની પોતાના અસીલની કોઈ યોજના નથી. પરત કરવાની રકમ જેટલી જ રકમ (વ્યાજ વિના) સેબીએ લેવી જોઈએ જે રૂ.૬૨૪ કરોડ કરતા સહેજ વધુ છે. બાકી રકમ સંબંધિત આદેશ પાછો ખેંચી લેવો જોઈએ, એમ એનએસઈના વકીલે જણાવ્યું હતું.

SATએ આંશિક રાહત આપી હતી અને એનએસઈને રૂ.૬૨૫ કરોડની રકમ સેબીના ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. આ રકમ વ્યાજ ધરાવતા ખાતામાં રાખવામાં આવશે. આમછતાં, બાકીની રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જ રહેશે, એમ SATએ જણાવ્યું હતું.

આનો અર્થ એ કે બાકીની રૂ.૧,૭૨૦ કરોડની રકમ એસ્ક્રો એકાઉન્ટમાં જ રહેશે. એનએસઈની અરજીઓ અંગે છ સપ્તાહમાં જવાબ નોંધાવવા સેબીને જણાવાયું છે અને ત્યારબાદ એક્સ્ચેન્જ ત્રણ સપ્તાહમાં વળતો જવાબ નોંધાવી શકે.

સેબીએ ૩૦મી એપ્રિલે એનએસઈ વિરુદ્ધ ત્રણ આદેશ આપ્યા હતા. તદનુસાર ઇન્વેસ્ટર ફંડમાં રૂ.૧,૨૦૦ કરોડ (વ્યાજ સહિત) જમા કરવા અને છ મહિના સુધી શેરબજારમાં કામગીરી હાથ ધરવાથી દૂર રહેવા જણાવ્યું હતું. તદુપરાંત અલ્ગોરિધમ સિસ્ટમમાં અને કો લોકેશન સર્વિસિસમાં ક્ષતિ બદલ ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સના પગારની અમુક રકમ પરત લેવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post NSEને રૂ.૬૨૫ કરોડની રકમ બે સપ્તાહમાં સેબીને ટ્રાન્સફર કરવા SATએ આપ્યો આદેશ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/nse-ne-rupee-625-crore-amount-two-week/
via Best Gujarati News

0 Comments