આજે દિવસના અંતે શેરબજારમાં વધારો જોવા મળ્યો છે. તેમજ અત્યારે શેરમાર્કેટમાં સેન્સેક્સ 39,000 અપ જતા બજારમાં ખુશીનો માહોલ બન્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +140.41 પોઇન્ટ વધીને 39,110.21 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +28.80પોઈન્ટ વધીને 11,737.90 ની સપાટીએ બંધ થઇ છે.

ઉલ્લેખનિય છે કે આજે સવારે શેરબજાર ખુલતા ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 116.41 પોઇન્ટ વધીને 39,086.21 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.85 પોઈન્ટ વધીને 11,727.95 ની સપાટીએ ટ્રેડ થઇ રહી હતી.

જાણો કયા શેર છે તેજી-મંદી:
બુધવારે શેરબજારની શરૂઆત થતાં બીપીસીએલ, આઈઓસી, ભારતી ઇન્ફ્રાટેલ, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, બ્રિટાનિયા, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, વેદાંત, બજાજ ઓટો, એચસીએલ ટેક, ગેઇલ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, ઓએનજીસી, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, હિન્દાલ્કો, મારુતિ સુઝુકી અને ટાઇટન કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

બીજી તરફ ટેક મહિન્દ્રા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, એચયુએલ, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, ડો. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ અને યુપીએલના શેર નબળાઇ સાથે જોવા મળ્યા હતા.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવો વધારો જોવા મળ્યો હતો. બુધવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 3 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.68 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.71 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે વિવિધ એક્ઝિટ પોલ્સમાં એનડીએની વાપસીના સંકેત જોવા મળતા સોમવારે રૂપિયામાં ઉછાળો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં સેન્સેક્સ 39,000ને પાર રહેવામાં સફળ, નિફ્ટી 11,737 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-39110-nifty-11737/
via Best Gujarati News

0 Comments