રાફેલ કેસ: બદનક્ષીનો દાવો પાછો ખેચશે અનિલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ, કારણ જાણી રહેશો દંગ
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે કોંગ્રેસની માલિકીના અખબાર નેશનલ હેરાલ્ડ સહિત ઘણા સ્થાનિક, વિદેશી મીડિયા હાઉસોની સાથે સાથે એક ડઝન કોંગ્રેસી નેતાઓ સામે બદનક્ષીનો દાવો પરત લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ જૂથે રાફેલ બનાવનારી ફ્રેન્ચ કંપની DSO એવિએશન સાથે ઓફસેટ કરાર વિશે છપાયેલ લેખ અને ટિપ્પણી બાબતે આ બધા સામે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. હવે રિલાયન્સ કહે છે કે કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, તેથી તે કેસ પરત લેશે.
રિલાયન્સ ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે રિલાયન્સ ગ્રુપ અને દર્સો એવિએશન વચ્ચેના ઓફસેટ એગ્રીમેન્ટને લઇ જે ટીકા ટીપ્પણી થઇ હતી, તે નિવેદનો લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય લાભ માટે હતા. જો કે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કેસ બાકી હોવાથી, રિલાયન્સ ગ્રૂપે તે લોકો અને કંપનીઓ સામે દાખલ કરવામાં આવેલ બદનક્ષીના કેસને પાછો ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.”
અનીલ અંબાણીના હસ્તકની રિલાયન્સ સંરક્ષણ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચરએ કોંગ્રેસ નેતા સુનિલ ઝાખડ, રણદીપ સિંહ સુરજેવાલા, ઓમન ચંડી, અશોક ચૌહાણ, અભિષેક સિંઘવી, સંજય નિરૂપમ, શક્તિ સિંહ ગોહિલ, કેટલાક પત્રકારો અને નેશનલ હેરાલ્ડ સામે બદનક્ષીનો કેસ નોંધાયેલો હતો. બદનક્ષીનો કેસ નેશનલ હેરાલ્ડ અખબારના સંપાદક ઝફર આગા અને અખબાર દ્વારા પ્રકાશિત લેખ અને લેખક વિશ્વ દિપક સામે દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાફેલ કેસ: બદનક્ષીનો દાવો પાછો ખેચશે અનિલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ, કારણ જાણી રહેશો દંગ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/anil-ambanis-reliance-group-withdrew-the-defamation-suits-in-rafale-case/
via Best Gujarati News
0 Comments