આઈસીસી વન ડે વિશ્વ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે અને 2 દિવસ પછી ન્યૂઝીલેન્ડની સામે થનારી પ્રેક્ટિસ મેચની તૈયારીઓ કરી રહી છે. હજુ સુધી ભારતીય ટીમમાં નંબર 4ની ચર્ચા ચાલુ છે. આ વિશે ટીમ ઇન્ડિયાનાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ પોતાનું મંતવ્ય આપ્યું છે અને ભારતીય ટીમની જીતની સંભાવનાઓ પર વાત કરી છે.

સચિને ટીમ ઇન્ડિયાનાં નંબર ચારને લઇને કહ્યું કે, “આમ તો આ વિશે ઘણું બધું કહેવામાં આવી ચુક્યું છે, પરંતુ મને લાગે છે કે જો તમારી પાસે ટીમમાં ક્વૉલિટી બેટ્સમેન છે તો તેઓ કોઇપણ ક્રમ પર બેટિંગ કરી શકે છે. મને લાગે છે કે આપણી ટીમમાં આવા ખેલાડીઓ છે કે તેમને જે પણ ક્રમમાં કહેવામાં આવે તેઓ તેના પ્રમાણે બેટિંગ કરી શકે છે.” શું ધોનીએ નંબર 4 પર બેટિંગ કરવી જોઇએ? તેવા પ્રશ્નનો જવાબ આપતા સચિને કહ્યું કે, “મને લાગે છે કે ધોનીએ નંબર 5 પર બેટિંગ કરવી જોઇએ.”

તાજેતરમાં જ રોહિત શર્માએ કહ્યું હતુ કે ધોનીએ નંબર ચાર પર રમવું જોઇએ. સચિને કહ્યું કે, “જો ટીમમાં રોહિત અને ધવન ઑપનિંગ કરે છે અને કેપ્ટન વિરાટ નંબર 3 પર રમે છે તો ત્યારબાદ કોઈપણ નંબર 4 પર આવે. ધોનીએ નંબર 5 અને ત્યારબાદ હાર્દિકે આવવું જોઇએ.” હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં ભારત માટે કેટલો ઉપયોગી થઈ શકે છે તે વિશે વાત કરતા ક્રિકેટનાં ભગવાને કહ્યું કે, “હાર્દિકે આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી છે, પરંતુ આઈપીએલમાં ચીજો સરળ હોય છે. વિશ્વ કપની વાત જ અલગ છે. હાર્દિક લયમાં છે અને તે બૉલને સારી રીતે કનેક્ટ કરી રહ્યો છે. તે ટૂર્નામેન્ટમાં પૉઝિટિવ એનર્જીની સાથે ગયો છે જે ટૂર્નામેન્ટમાં જરૂરી છે.”

સચિને કહ્યું કે ભારત, ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા તો ફાઇનલમાં પહોંચશે જ, પરંતુ ચોથી ટીમ પાકિસ્તાન અથવા ન્યૂઝીલેન્ડ હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: સચિન તેંડુલકરે જણાવ્યું, ધોનીએ નંબર 4 પર નહીં, આ ક્રમે બેટિંગ કરવી જોઇએ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sachin-tendulkar-says-ms-dhoni-should-play-at-number-5/
via Best Gujarati News

0 Comments