ભારતીય ટીમ આઈસીસી વિશ્વ કપમાં ભાગ લેવા માટે બુધવારનાં રોજ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાનું વિશ્વ કપ અભિયાન 5 જુનથી શરૂ થશે. ભારત પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે. આ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં બે પ્રેક્ટિસ મેચ રમશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે આ બંને મેચ મહત્વની છે. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાની પ્લેઇંગ ઇલેવન ફાઇનલ કરવાની રહેશે.

ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે 2 અભ્યાસ મેચ રમવાની છે. શનિવાર એટલે કે 25 મેનાં રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સામ-સામે હશે. ત્યારબાદ 28 મેનાં બાંગ્લાદેશ સામે ભારત પ્રેક્ટિસ મેચ રમશે. ન્યૂઝીલેન્ડનાં રોસ ટેલરે મંગળવારનાં કહ્યું કે, “ભારત સામે પ્રેક્ટિસ મેચથી તેમની ટીમને વિશ્વ કપ માટે તૈયાર થવામાં મદદ મળશે.”

આઈસીસી અનુસાર ટેલરે કહ્યું કે, “ભારત સામે 25 મેનાં રોજની મેચ ઘણી જ સારી તૈયારી હશે. તે સૌથી મજબૂત ટીમોમાંથી એક છે અને ટૂર્નામેન્ટ પહેલાથી વિશ્વ કપ જીતવાનું પ્રબળ દાવેદારોમાં સામેલ છે. અમારા માટે આ સારું હશે કે અમે એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરીએ.”

વિશ્વ કપમાં આઈસીસીએ 1992નાં ફૉર્મેટને અપનાવવામાં આવ્યું છે, જેમાં 10 ટીમો રાઉન્ડ રૉબિન આધાર પર એક-બીજા સામે ટકરાશે. પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેનારી 4 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ટેલરે આ ફૉર્મેટની પ્રશંસા કરી છે અને તેને આકર્ષક ગણાવ્યું છે. તેણે કહ્યું કે, “આ ફૉર્મેટમાં દરેક ટીમ એક-બીજા સામે રમે છે. આ 1992 જેવું જ છે અને આકર્ષક છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇંગ્લેન્ડ પહોંચી ભારતીય ટીમ, 25 મેનાં રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે પ્રેક્ટિસ મેચ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-will-play-practice-match-against-new-zealand-on-25th-may/
via Best Gujarati News

0 Comments