રાજનીતિનાં મેદાને ઉતરેલા આ 7 ખેલાડીઓનું કિસ્મત દાવ પર, આજે ભાગ્યનો થશે ફેંસલો
સાત તબક્કામાં થયેલી લોકસભા ચૂંટણી બાદ આજે 542 સીટો પર પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. 542 સંસદીય સીટો માટે કરવામાં આવેલા મતદાનની ગણના ગુરૂવારનાં સવારે 8 વાગ્યે શરૂ થઈ જશે. રાજનીતિની પિચ પર આ વખતે પણ ખેલાડીઓનો ડંકો વાગશે કે નહીં તે ગુરૂવારનાં જ ખબર પડશે. લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં 7 ખેલાડીઓનું કિસ્મત દાવ પર લાગ્યું છે. હવે જોવું રહેશે કે રાજનીતિની રમતમાં કયો ખેલાડી દાવ મારે છે.
ગૌતમ ગંભીર
ટીમ ઇન્ડિયાનો પૂર્વ ખેલાડી અને વર્લ્ડ કપ 2011ની ફાઇનલનો હીરો ગૌતમ ગંભીર આ વખતે રાજનીતિનાં મેદાનમાં બેટિંગ કરવા માટે ઉતર્યો છે. ગંભીર પૂર્વ દિલ્હીથી ભાજપનો ઉમેદવાર છે.
રાજ્યવર્ધન સિંહ રાઠૌડ
જયપુર ગ્રામીણથી ભાજપનાં ઉમેદવા એથેન્સ ઑલંપિકનાં સિલ્વર મેડલ વિજેતા કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌડ ફરી મેદાનમાં છે અને તેમની સામે કૉંગ્રેસે દિલ્હીથી કૉમનવેલ્થ રમતોની ગૉલ્ડ મેડલિસ્ટ ઑલંપિક ડિસ્ક્સ થ્રોઅર કૃષ્ણા પૂનિયાને મેદાને ઉતારી છે.
કૃષ્ણા પૂનિયા
રાજસ્થાનથી MLA કૃષ્ણા પૂનિયા જયપુર ગ્રામીણથી કૉંગ્રેસનાં ઉમેદવાર છે. તો ભાજપાએ એથેન્સ ઑલંપિકનાં સિલ્વર મેડલ વિજેતા કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠૌડને તેમની સામે ઉતાર્યા છે.
કીર્તિ આઝાદ
દરભંગા છોડીને ધનબાદથી લોકસભા ચૂંટણી લડી રહેલા પૂર્વ ક્રિકેટર અને કૉંગ્રેસ નેતા કીર્તિ આઝાદ ઝાને જીત મળશે કે હાર એ આજે ખબર પડશે. ધનબાદ સીટ પર તેમનો મુકાબલો બીજેપીનાં પીએન સિંહ સામે છે. પીએન સિંહ 2009 અને 2014માં અહીંથી જીત્યા હતા. તેઓ ત્રીજીવાર બીજેપીની ટિકિટ પર મેદાને છે.
વિજેન્દ્ર સિંહ
ઑલમ્પિક કાંસ્ય પદક વિજેતા બૉક્સર વિજેન્દર સિંહ કૉંગ્રેસ તરફથી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. વિજેન્દ્ર પહેલીવાર રાજનીતિનાં મેદાનમાં છે.
કલ્યાણ ચૌબે
ફૂટબૉલર કલ્યાણ ચૌબેને ભાજપાએ બંગાળનાં કૃષ્ણનગર સીટથી ઉમેદવાર બનાવ્યા છે.
પ્રસૂન બેનર્જી
ફૂટબૉલર પ્રસૂન બેનર્જીને હાવડાથી તૃણમૂલ કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજનીતિનાં મેદાને ઉતરેલા આ 7 ખેલાડીઓનું કિસ્મત દાવ પર, આજે ભાગ્યનો થશે ફેંસલો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/these-7-players-luck-is-the-hand-of-people-in-loksabha-election/
via Best Gujarati News
0 Comments