। નવી દિલ્હી ।

સતત સારો દેખાવ કરીને નવા નવા રેકોર્ડ નોંધાવવાની ભલે વિરાટ કોહલીને આદત પડી ગઇ હોય પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે તે એકલો આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શકતો નથી. સચિને જણાવ્યું હતું કે ભારતે જો વર્લ્ડ કપ જીતવો હોય તો ટીમના અન્ય ખેલાડીઓએ કોહલીની સાથે સારો દેખાવ કરવો પડશે. સચિને કુલદીપ યાદવ તથા યુજવેન્દ્ર ચહલની ભૂમિકા, ચોથા ક્રમના બેટ્સમેન તથા ઇંગ્લેન્ડની સપાટ પિતો પર બોલર્સની હાલત અંગે મુક્તમને ચર્ચા કરી હતી.  ૧૯૯૬, ૧૯૯૯ તથા ૨૦૦૩ના વર્લ્ડ કપમાં પોતાની ઉપર જેવું દબાણ હતું તેવું કોહલી પર રહેશે કે કેમ તેના સંદર્ભમાં સચિને જણાવ્યું હતું કે તમારી પાસે પ્રત્યેક મેચમાં વિનિંગ પ્રદર્શન કરનાર કેટલાક ખેલાડીઓ હોય છે પરંતુ ટીમના સહકાર વિના તમે કશું કરી શકતા નથી. એક ખેલાડીના આધારે વર્લ્ડ કપ જીતી શકાતો નથી. અન્ય ખેલાડીઓએ પણ અણીના સમયે પોતાની ભૂમિકા વધારે સારી રીતે અદા કરવી પડશે નહીંતર તો નિરાશા સાંપડશે. ભારતના ચોથા ક્રમને બેટ્સમેન અંગે હજુ અનિશ્ચિતતા છે પરંતુ સચિને જણાવ્યું હતું કે આપણી પાસે કેટલાક એવા બેટ્સમેનો છે જેઓ આ ક્રમે બેટિંગ કરી શકે છે. આ એક એવો બેટિંગ ક્રમ છે જેમાં વિવિધ વિકલ્પો હોવા જરૂરી છે. મારા મતે આ કોઇ સમસ્યા નથી. આપણા ક્રિકેટરો એટલું બધું રમ્યા છે કે કોઇ પણ ક્રમે તેઓ બેટિંગ કરી શકે છે. જોકે સચિને વન-ડે ક્રિકેટમાં બેટ્સમેનોના વધી રહેલા દબદબા અંગે નિરાશા વ્યક્ત કરીને ઉમેર્યું હતું કે બે નવા બોલ તથા સપાટ પિચોના કારણે બોલર્સની હાલત ખરાબ થઇ ગઇ છે. એક ટીમ ૩૫૦ રન બનાવે છે તો બીજી ટીમ તેને ૪૫ ઓવરમાં હાંસલ કરી લે છે.

કાંડાથી બોલને સ્પિન કરી રહેલા સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે તેમ જણાવીને સચિને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પાસે કુલદીપ અને ચહલના સ્વરૂપે બે સ્પિનર છે જેઓ બેટ્સમેનોની નબળાઇ તરત જ પારખી લે છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી શ્રેણી અંગે બંને સ્પિનરે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હરીફ ટીમનો રનરેટ કાબૂમાં રાખવો તે અગત્યની બાબત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોહલી એકલો વર્લ્ડ કપ જીતી શકતો નથી, અન્ય ખેલાડીઓ તેને સાથ આપે : સચિન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kohli-alone-world-cup-winning/
via Best Gujarati News

0 Comments