। લંડન ।

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે પોતાની નવી કિટ જાહેર કરી દીધી છે. આ કિટ ૧૯૯૨ વર્લ્ડ કપ ઉપર પ્રેરિત છે. ઇંગ્લેન્ડની નવી કિટ આસમાની રંગની છે અને ટ્રાઉઝર પણ આસમાની રંગનું છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરીને આ નવી કિટની જાહેર કરી હતી. ટીમનો સુકાની ઔઇયાન મોર્ગન, વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટો, સ્પિનર આદિલ રશીદ નવી કિટમાં નજરે પડયા હતા. ઇંગ્લેન્ડે ૧૯૯૨ની તર્જ પર આ કિટ તૈયાર કરી છે. ઇંગ્લિશ ટીમ ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી હતી. ફાઇનલમાં તેને પાકિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. અત્યારે ઇંગ્લેન્ડની ટીમ વિશ્વની નંબર-૧ વન-ડે ટીમ છે અને વર્લ્ડ કપ જીતવા માટેની પ્રબળ દાવેદાર છે.

માનવામાં આવી રહ્યું છે કે ગુડલક ચાર્મના સ્વરૂપે ૧૯૯૨ના વર્લ્ડ કપની કિટથી પ્રેરણા લેવામાં આવી છે. ૧૯૯૨ બાદ ઇંગ્લેન્ડ ક્યારેય ફાઇનલમાં પહોંચી શક્યું નથી. ૧૯૯૨ના વર્લ્ડ કપમાં પ્રથમ વખત રંગીન કપડાંનો ઉપયોગ કરાયો હતો. સોશિયલ મીડિયામાં ઇંગ્લેન્ડની નવી કિટની ઘણી પ્રશંસા થઇ છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે લખ્યું હતું કે ‘વર્લ્ડ કપ જીતવા માટે એક ખૂબસુરત કિટ’. જોકે કેટલાક લોકોને આ કિટ પસંદ પડી નથી અને તેમણે તેને સામાન્ય તથા ફિક્કા રંગની ગણાવી છે. ઇંગ્લેન્ડને શરૂઆતથી જ વાદળી (બ્લૂ) રંગને પોતાની જર્સીમાં સ્થાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી તે લાલ રંગની જર્સીમાં પણ ક્રિકેટ રમતું આવ્યું છે પરંતુ તેને જલદીથી બંધ કરી દેવામાં આવી છે.

વર્લ્ડ કપ માટે મોટાભાગના તમામ દેશોની કિટ જાહેર થઇ ચૂકી છે. ઇંગ્લેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ પણ ૧૯૯૨ના વર્લ્ડ કપ જેવી જ પોતાની કિટ તૈયાર કરી છે. પાકિસ્તાન મંગળવારે પોતાની કિટ જાહેર કરી છે જેમાં ડાર્ક ગ્રીન કલર છે. ભારતીય ક્રિકેટ ટીમે માર્ચમાં જ ઓસ્ટ્રેલિયા ઔસામેની વન-ડે શ્રેણી દરમિયાન પોતાની નવી કિટ જાહેર કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ માટે કિટ નવી, સ્ટાઇલ ૨૭ વર્ષ જૂની appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-for-kit-new-st/
via Best Gujarati News

0 Comments