નૈનિંગ :

સુદીરમન કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ગ્રૂપ તબક્કામાં જ ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. ૧૦ વખતની ચેમ્પિયન ચીનની ટીમે બીજા તથા અંતિમ ગ્રૂપ મેચમાં ૫-૦થી પરાજિત થઈને ભારત સુદીરમન કપ મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયું છે. ગ્રૂપ-ડીના પ્રથમ મુકાબલામાં ભારતનો મલેશિયા સામે ૩-૨થી પરાજય થયો હતો. ભારતને ચાઇનીઝ ટીમ સામે ચમત્કારિક પ્રદર્શનની જરૂર હતી પરંતુ ભારતીય ટીમ અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ચીન સામે પીવી સિંધુના સ્થાને સાઇના નેહવાલ વિમેન્સ સિંગલ્સનો મુકાબલો રમી હતી. જોકે તે પણ વિજય મેળવવામાં નિષ્ફળ રહી હતી. ચેન યૂફેઇએ માત્ર ૩૩ મિનિટમાં સાઇનાને ૨૧-૧૨, ૨૧-૧૭થી હરાવી હતી. અંતિમ મેચમાં અશ્વિની પોનપ્પા તથા એન. સિક્કી રેડ્ડીને ચેન ક્વિંગચેન તથા ઝિયા યીફાને માત્ર ૩૪ મિનિટમાં ૨૧-૧૨, ૨૧-૧૫થી પરાજય આપીને ચીન માટે એકતરફી વિજય નિશ્ચિત કરી દીધો હતો.

આ અગાઉ મિક્સ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપડા તથા એન સિક્કી રેડ્ડીની જોડીને ચીનના વાંગ યિલ્યૂ અને હુઆંગ ડોંગપિંગની જોડીએ ૨૧-૫, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. સમીર વર્માને કિદામ્બી શ્રીકાંતના ઈજાગ્રસ્ત હોવાના કારણે વધુ એક વખ કોર્ટ પર ઊતરવું પડયું હતું. લગભગ એક કલાક ૧૧ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં સમીરનો ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોંગ સામે ૨૧-૧૭, ૨૨-૨૦થી પરાજય થયો હતો. સાત્વિક સાઇરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને વિશ્વની સાતમી ક્રમાંકિત જોડી હાન ચેંગકાઈ તથા ઝોયુ હાઓડોંગે ૧૮-૨૧, ૨૧-૨૫, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારત ગ્રૂપ તબક્કામાં જ બહાર, ચીન સામે ૫-૦થી કારમો પરાજય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/india-group-stage-only-baha/
via Best Gujarati News

0 Comments