। જિનચિયોન ।

ભારતીય મહિલા હોકી ટીમે એક ગોલથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને બુધવારે અહીં રમાયેલી બીજી મેચમાં સાઉથ કોરિયાને ૨-૧થી હરાવીને ત્રણ મેચની શ્રેણીને ૨-૦થી જીતી લીધી હતી. ભારતીય મહિલા ટીમે પ્રથમ મેચમાં પણ કોરિયન ટીમને આટલા જ ર્માિજનથી હરાવી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજો અને અંતિમ મુકાબલો શુક્રવારે રમાશે. બીજી મેચમાં ભારત તરફથી સુકાની રાની રામપાલે ૩૭મી મિનિટે તથા નવજોત કૌરે ૫૦મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આ પહેલાં કોરિયાએ ૧૯મી મિનિટે લી સ્યુંગઝૂના ફિલ્ડ ગોલની મદદથી ૧-૦ની લીડ મેળવી હતી. બંને ટીમોએ મુકાબલાની આક્રમક શરૂઆત કરી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં જ બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ ભારત અને કોરિયન ગોલકીપરે એકબીજાની હરીફ ટીમને ગોલ કરવાથી વંચિત રાખી હતી. બીજા ક્વાર્ટરની પ્રારંભમાં સ્યુંગઝૂના ગોલથી કોરિયન ટીમે લીડ મેળવી હતી અને હાફ ટાઇમ સુધી ૧-૦થી આગળ રહી હતી. બીજા હાફમાં ભારતે શાનદાર શરૂઆત કરી હતી અને ૩૭મી મિનિટે રાની રામપાલના ફિલ્ડ ગોલ વડે સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો. ભારતે કોરિયન ટીમને સતત દબાણમાં રાખી હતી અને ૫૦મી મિનિટે નવજોતના ગોલ દ્વારા ૨-૧ની લીડ મેળવી હતી જે નિર્ણાયક સાબિત થઇ હતી. ભારતના મુખ્ય કોચ શોર્ડ મારિને જણાવ્યું હતું કે અમારું પ્રદર્શન પ્રથમ મેચની તુલનામાં વધારે સારું રહ્યું હતું. ખેલાડીઓએ બોલને સારી રીતે નિયંત્રણમાં રાખ્યો હતો અને રમતનું સ્તર પણ ઉચ્ચ કક્ષાનું રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોરિયાને ૨-૧થી હરાવીને ભારતે ૨-૦થી મહિલા હોકી શ્રેણી જીતી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/korea-beating-2-1-beating/
via Best Gujarati News

0 Comments